શોધખોળ કરો

Immunity boost food :કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી બચવું હોય તો, આ 5 ફૂડને ડાયટમાં અવશ્ય કરો સામેલ

કોવિડ -19ની ત્રીજી લહેરમાં ન્યૂ ડેલ્ટા વેરિયન્ટ બાદ ઓમિક્રોન હવે લોકોને ડરાવી રહ્યો છે. આ સ્થિતિમાં આપને આપની ઇમ્યુનિટી મજબૂત રાખવાની જરૂર છે

Immunity Booster:  કોવિડ -19ની ત્રીજી લહેરમાં ન્યૂ ડેલ્ટા વેરિયન્ટ બાદ ઓમિક્રોન હવે  લોકોને ડરાવી રહ્યો છે.  આ સ્થિતિમાં આપને આપની ઇમ્યુનિટી મજબૂત રાખવાની જરૂર છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી આપ અનેક પ્રકારની બીમારીથી બચી શકો છો. આપ આ પાંચ ચીજોથી આપની ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકો છો.

મશરૂમ ખાવાથી ઇમ્યુનિટી વધે છે. મશરૂમમાં વિટામિન ડી સહિતના અનેક પોષકતત્વો છે. મશરૂમ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે મશરૂમ ખાવું જોઇએ.

ઇમ્યુનિટીને વધારવા માટે આપને ખાવામાં નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઇએ. રસોઇ બનાવવા માટે ખાવાનું નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય. તે એક સારૂ ઓપ્શન છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

ફુદીનાનાના પાનથી પણ ઇમ્યુનિટી વધે છે. તેમાં વધુ માત્રામાં  વિટામિન સી, ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે. ગરમીમાં ફુદીનો ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

ઇમ્યુનિટી વધારવા માટે લીલા પાનવાળા શાક પણ એક સારૂ ઓપ્શન છે. આપ ડાયટમાં પાલકને સામેલ કરો. તેનાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળે છે. પાલકમાં આયરન, વિટામિન ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી ઇમ્યૂનિટી મજબૂત બને છે.

 બ્રોકલીને ડાયટમાં અવશ્ય સામેલ કરો, તેનાથી હેલ્થને અનેકગણો ફાયદો થાય છે. તે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે.આપ સલાડ, સબ્જી કે સૂપના રૂપે પણ બ્રોકલી લઇ શકો છો. બ્રોકલી ખાવાથી શરીરને વિટામીન અને એન્ટીઓક્સિડન્ટ ગુણ મળે છે અને તેનાથી ઇમ્યુનિટી મજબૂત બને છે.

Winter tips: શિયાળામાં દૂધમાં ઘી નાખીને પીવાથી આ 5 બીમારીથી મળે છે છૂટકારો

શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે અને અનેક પ્રકારની બીમારીઓ શરીરને પરેશાન કરવા લાગે છે. આ ઋતુમાં સાંધાનો દુખાવો, શરદી, ફ્લૂ, ઊંઘની સમસ્યા, ત્વચાની સમસ્યા અને શ્વાસની તકલીફ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો ખાવા-પીવામાં ધ્યાન ન રાખવામાં આવે તો શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. પોષક તત્વોથી ભરપૂર દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, રિબોફ્લેવિન, વિટામીન A, D, K, E, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન, ઘણા ખનિજો, ચરબી અને ઉર્જા પણ હોય છે, જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ઘીમાં વિટામિન A, D, E હોય છે. શિયાળાના ઘીમાં વિટામિનનું પ્રમાણ વધે છે.

ઠંડા વાતાવરણમાં મોસમી રોગોથી બચવા માટે દૂધ સાથે ઘીનું સેવન કરો. જો તમે ઠંડીમાં ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખીને પીશો તો શરીરને ઘણા ફાયદા થઈ શકે છે. દૂધમાં ઘીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે અને ઊંઘ સારી રહે છે. ચાલો જાણીએ કે રાત્રે દૂધમાં ઘી નાખીને પીવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.

સાંધાના દુખાવામાં રાહત
જો આપ  શિયાળામાં સાંધાના દુખાવાથી પરેશાન રહેતા હો તો દૂધમાં ઘીનું સેવન કરો. દૂધ સાંધામાં બળતરા ઘટાડે છે અને સોજો ઘટાડે છે. આ દૂધનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે.

અનિંદ્વામાં કારગર
જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો દૂધમાં ઘી નાખીને તેનું સેવન કરો. સૂતા પહેલા એક કપ ગરમ દૂધમાં ઘી ભેળવીને પીવાથી મગજના જ્ઞાનતંતુઓ શાંત રહે છે અને તમે ખૂબ જ હળવાશ અનુભવો છો. ઘી તણાવ ઓછો કરે છે અને મૂડ સારો રાખે છે.

પાચનમાં સુધાર
દૂધમાં ઘી ભેળવીને પીવાથી શરીરની અંદર એન્ઝાઇમ બહાર આવે છે, જેનાથી પાચનક્રિયા સુધરે છે. આ ઉત્સેચકો પાચનક્રિયાને યોગ્ય રાખે છે અને પેટની સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે.

મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે
એક ગ્લાસ દૂધમાં ઘી પીવાથી મેટાબોલિઝમ વધે છે અને આપને  ભૂખ ઓછી લાગે છે અને આપનું  વજન નિયંત્રણમાં રહે છે.

સ્કિન ઇશ્ચરાઇઝ કરે છે
દૂધ સાથે ઘીનું સેવન કરવાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. ઘી અને દૂધ કુદરતી મોઇશ્ચરાઇઝર છે. જે ત્વચાને પોષણ આપે છે અને મોઇશ્ચરાઇ કરે છે. રોજ દૂધમાં ઘી ભેળવીને પીવાથી સ્કિન પર  વૃદ્ધત્વની અસર ઓછી થાય છે અને સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે.

ટોપ સ્ટોરી

Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
Embed widget