Side Effect Of Moasquito Repellent: સાવધાન મોસ્કિટો કોઇલનો ઉપયોગ આ કારણે છે જીવલેણ
Side Effect Of Moasquito Repellent: સાવધાન મોસ્કિટો કોઇલ ટોક્સીસિટી સાથે આવે છે. એટલે કે ઝેરી પદાર્થથી બનેલી છે. એક મોસ્કિટો કોઇલ બાળવાથી લગભગ 100 સિગારેટ પીવા બરાબર છે. કોઇલના ધુમાડાના સંપર્કમાં આવવાથી ફેફસાના કેન્સર થવાનું જોખમ વધી શકે છે.
Side Effect Of Moasquito Repellent: સાવધાન મોસ્કિટો કોઇલ ટોક્સીસિટી સાથે આવે છે. એટલે કે ઝેરી પદાર્થથી બનેલી છે. એક મોસ્કિટો કોઇલ બાળવાથી લગભગ 100 સિગારેટ પીવા બરાબર છે. કોઇલના ધુમાડાના સંપર્કમાં આવવાથી ફેફસાના કેન્સર થવાનું જોખમ વધી શકે છે.
ઉનાળાના આગમનની સાથે જ મચ્છરોની સિઝન પણ ચરમસીમાએ છે. તેનાથી ડેન્ગ્યુ અને મેલેરિયાનું જોખમ વધી જાય છે. તેમના ગૂંજવાથી આપણને ગુસ્સો આવે છે અને તેમના કરડવાથી ખંજવાળ આવે છે.ક્યારેક મચ્છરોનો ડર એટલો વધી જાય છે કે આપણે રાત્રે સૂઈ પણ નથી શકતા.પરિણામે મચ્છરના કરડવાથી પોતાને બચાવવા માટે, આપણે ક્રિમ, કોઇલ વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ છીએ. મોસ્કિટો કોઇલનો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. કેવી રીતે જાણીએ.
મચ્છર કોઇલ પ્રગટાવવી એ 100 સિગારેટ પીવા બરાબર
ડૉ. કહે છે કે, હાલના સમયમાં અનેક પ્રકારના મોસ્કિટો કોઇલ બજારમાં મળે છે. જો કે તેમાં મચ્છર મારવા માટે અતિશય ઝેરીલા પદાર્થ અમેરવામાં આવે છે. જેના કારણે તેને બાળવાથી તેના ધૂમાવાડાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે. તેનાથી હવા દૂષિત થાય છે અને આ હવામાં શ્વાસ દ્રારા ફેફસામાં જતાં ફેફસાની બીમારી કેન્સર જેવા રોગો થઇ શકે છે. મોસ્કિટો કોઇલના ઉપયોગથી પર્યાવરણીય અને આરોગ્યની ઝેરી અસર પણ વધી રહી છે.જેના પરિણામે હાનિકારક અસરો થઈ શકે છે. મોસ્કિટો કોઇલ અને અન્ય રિપેલન્ટ્સને ઘરની અંદર સળગાવવાથી આરોગ્યનું જોખમ વધી રહ્યું છે. એવું કહેવું વાજબી છે કે, સ્યુટ રૂમમાં મચ્છરની કોઇલ પ્રગટાવવી એ લગભગ 100 સિગારેટ પીવા બરાબર છે.
અસ્થમા અને ફેફસાના કેન્સરનું જોખમ
તે સ્પષ્ટ છે કે, સિગારેટ પીવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. એ જ રીતે કોઇલના ધુમાડાના સંપર્કમાં ફેફસા આવવાથી ફેફસાના કેન્સરનું જોખમ રહેલું છે. આ સિવાય અસ્થમા, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવા આરોગ્યના જોખમોથી બચવા માટે બંધ જગ્યાએ કોઇલ સળગાવવાનું ટાળો.મચ્છરોથી બચવા માટે તેને ભગાડવાના વિકલ્પો શોધવા જરૂરી છે. જો કે, તમે કેટલાક કુદરતી અને સલામત વિકલ્પો અપનાવી શકો છો. મચ્છરને ભગાડવા માટે મોસ્કિટો કોઇલનો ઉપયોગ ટાળવો જોઇએ.