Swag In Youth: યુવાઓમાં વધી રહ્યો છે, વિલન બનવાનો ક્રેઝ
આજના સમયમાં બાળક કોઈ પણ ફિલ્મ કે સિરીઝ જોયા બાદ તેના હીરો કરતાં વિલનમાં વધુ પડતો રસ પડી રહ્યો છે અને તે વિલનને અથવા ફિલ્મમાં જોયેલ તેનો ટેવને પણ ફોલો પણ કરવા લાગ્યા છે.
આજના સમયમાં બાળક કોઈ પણ ફિલ્મ કે સિરીઝ જોયા બાદ તેના હીરો કરતાં વિલનમાં વધુ પડતો રસ પડી રહ્યો છે અને તે વિલનને અથવા ફિલ્મમાં જોયેલ તેનો ટેવને પણ ફોલો પણ કરવા લાગ્યા છે. અમેરિકામાં એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, ફિલ્મોમાં વિલન ગમે તેટલાં અહંકારી, પાવરનાં ભૂખ્યા કે નિર્દયી જ કેમ ન હોય પણ બાળકો પ્રત્યે તેમનાં હૃદયમાં એક સોફ્ટ કોર્નર રહેલી છે. 4-12 વર્ષની ઉંમરનાં 434 અને 277 યુવાઓ પર સર્વે કરવામાં આવ્યો. તેમાં એ વાત સામે આવી કે, બાળકોને વિલન એટલા માટે ગમે છે કારણ કે, તે ખરાબ હોતા નથી પણ પરિસ્થિતિ તેને ખરાબ બનવા પર મજબૂર કરી દે છે.
તે પોતાના લોકો અને પાલતૂ પ્રાણીઓ પ્રત્યે હંમેશા સોફ્ટ કોર્નર ધરાવે છે. જેમ ‘પાતાલ લોક’ વેબસિરીઝમાં હથોડા ત્યાગીનું પાત્ર કૂતરાઓને પસંદ કરે છે અને તેના કારણે જ દર્શકો તે પાત્ર પ્રત્યે સહાનૂભૂતિ અનુભવે છે. વિલન પોતાનું જ એક અલગ સામ્રાજ્ય ઊભુ કરે છે, તે એન્ટી-સોશિયલ હોય છે, આ કારણોસર પણ બાળકો તેને વધુ પસંદ કરે છે.
વિલનને પસંદ કરનારા લોકો માનસિક રુપથી બીમાર પણ હોય શકે:
એક બીજા રિસર્ચમાં એ વાત સામે આવી કે, વિલનને પસંદ કરનારા લોકોમાં ત્રણ પ્રકારની માનસિક વિકૃતિઓ હોય છે, તે પોતે પણ આગળ જઈને એટલા જ ખરાબ બની શકે. પહેલું, વિલનને પસંદ કરનારા લોકો સ્વ-ભ્રમિત હોય એવી પ્રબળ શક્યતા હોઈ શકે છે, કારણ કે વિલન પણ કોઈને પોતાનાથી ઉપર ગણતો નથી.
બીજું, આવા લોકો મેકિયાવેલીઝમ હોઈ શકે છે એટલે કે, કપટી અને અતિ-મહત્વાકાંક્ષી હોઈ શકે છે. તેઓ બીજાને મૂર્ખ બનાવીને આગળ વધવા માગે છે. ત્રીજું, તેમનામાં આત્મસંયમ નથી હોતો, તેઓ ગમે ત્યારે ગુસ્સે થઈ શકે છે. સંશોધન સૂચવે છે કે, આ એક પ્રકારનો ડાર્ક ટ્રેડ છે, જે ડાર્ક પર્સનાલિટીને દર્શાવે છે.
યુવકોને વધુ પસંદ પડી રહ્યા છે વિલન:
રિસર્ચમાં એ સામે આવ્યું કે, મહિલાઓની સાપેક્ષમાં પુરુષોનો વિલન તરફ ઝુકાવ વધતો હોય છે. તેમાં પણ વિશેષ રીતે યુવકો એ વિલનની રહેણીકરણીથી ખૂબ જ વધુ પડતાં પ્રભાવિત હોય છે અને તેના જેવો બનવાનો પ્રયાસ કરે.
ફિલ્મો પણ આ ટ્રેન્ડને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. KGF અને Pushpa જેવી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા વિલનનું પાત્ર ભજવે છે અને તેના ધૂંઆધાર એક્શન તથા રોયલ લાઈફથી યુવકો એટલા પ્રભાવિત થયા કે ફિલ્મ રિલીઝ થયા પછી લાંબો સમય સુધી તેની અસર દેખાઈ.