શોધખોળ કરો

Cholesterol : સાવધાન નસોમાં આ ફૂડના કારણે જામે છે બેડ કોલેસ્ટ્રોલ, આ ચીજને કરો અવોઇડ

Health:જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો તેની અવગણના ન કરવી જોઈએ, કારણ કે તેનાથી ઘણી ખતરનાક બીમારીઓ થઈ શકે છે. જેના કારણે હૃદયની નસો બ્લોક થઈ શકે છે.

Cholesterol : કોલેસ્ટ્રોલ એક રાસાયણિક સંયોજન છે જે શરીરમાં કોષોના નિર્માણ માટે જરૂરી છે, પરંતુ જ્યારે તે એક મર્યાદાથી વધી જાય છે, ત્યારે તે જોખમી પણ બની શકે છે. વધેલું બેડ કોલેસ્ટ્રોલ હૃદય અને મગજ માટે હાનિકારક છે. તેનાથી કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે. આપણા કેટલીક ફૂડ બેડ હેબિટના કારણે  કોલેસ્ટ્રોલ વધે છે.

કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. પ્રથમ એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન, બીજું એચડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન. સીડીસી અનુસાર, જ્યારે કોલેસ્ટ્રોલ હૃદયને લોહી પહોંચાડતી નસોને અવરોધે છે, ત્યારે કોરોનરી આર્ટરી ડિસીઝ થઈ શકે છે, જે હાર્ટ એટેક તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ કંઈક ખરાબ ખાતા હોવ તો તરત જ તમારી આદત સુધારી લો. અહીં જાણો કયા ખોરાકને કારણે નસોમાં કોલેસ્ટ્રોલ જમા થાય છે...

  1. માખણ

જો તમે સવારના નાસ્તામાં માખણ સાથે બ્રેડ ખાઓ છો તો સાવચેત રહો. ACP જર્નલના સંશોધન મુજબ, આ માખણ નસોમાં જમા થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે. જેના કારણે કોરોનરી ધમની બ્લોક થઈ શકે છે.

  1. આઈસ્ક્રીમ

 તમે આઈસ્ક્રીમ ખાવાના શોખીન છો તો તમને જણાવી દઈએ કે, આનાથી કોલેસ્ટ્રોલ વધુ પડતું વધી શકે છે. યુએસડીએનું કહેવું છે કે, જો તમે 100 ગ્રામ વેનીલા ફ્લેવર્ડ આઈસ્ક્રીમ ખાઓ છો તો 41 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ શરીરમાં પહોંચે છે, જે હાર્ટ હેલ્થ માટે બિલકુલ સારું નથી.

  1. બિસ્કીટ

ચા સાથે બિસ્કિટ મોટા ભાગના લોકો આરોગે છે  પરંતુ તેનાથી કોલેસ્ટ્રોલ નોંધપાત્ર રીતે વધી શકે છે. ઓસ્ટ્રેલિયાની ગવર્નમેન્ટ હેલ્થ વેબસાઈટ અનુસાર, બિસ્કીટ પ્રોસેસ કરવામાં આવે છે અને તેમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. તેનાથી કોરોનરી આર્ટરી ડિસીઝ થાય છે.

  1. પકોડા અથવા ફ્રાઈડ ચિકન

પકોડા અને તળેલી ચિકન જેવી ડીપ ફ્રાઈડ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આ ખોરાકમાં સૌથી ગંદી પ્રકારની ચરબી જોવા મળે છે, જેને ટ્રાન્સ ચરબી કહેવાય છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાનું આ સૌથી મોટું કારણ છે.

  1. બર્ગર, પિઝા

જો તમે બર્ગર, પિત્ઝા અને પાસ્તા જેવા જંક ફૂડ ખૂબ ખાઓ છો, તો સાવચેત રહો, કારણ કે તેને બનાવવામાં માખણ, ક્રીમ, ચીઝ અને ઘણા કૃત્રિમ ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે, જે નસોમાં કોલેસ્ટ્રોલ જમા કરવામાં મદદ કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો

Health: ડાયટિંગ દરમિયાન ભૂલથી પણ કરશો આ કામ તો ફાયદાની બદલે થશે નુકસાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget