Women health:શું આપને પીરિયડસ દરમિયાન થાય છે સખત દુખાવો, આ સરળ 4 ટિપ્સથી મેળવો રાહત
Women health:પીરિયડ્સમાં મહિલાઓને અનેક સમસ્યાઓ સતાવતી હોય છે. તેમા પેઇન એક ખાસ છે. શરૂઆતના ત્રણથી 4 દિવસ કેટલીક મહિલાઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે.
Women health:પીરિયડ્સમાં મહિલાઓને અનેક સમસ્યાઓ સતાવતી હોય છે. તેમા પેઇન એક ખાસ છે. શરૂઆતના ત્રણથી 4 દિવસ કેટલીક મહિલાઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે.
પીરિયડ્સમાં મહિલાઓને અનેક સમસ્યાઓ સતાવતી હોય છે. તેમા પેઇન એક ખાસ છે. શરૂઆતના ત્રણથી 4 દિવસ કેટલીક મહિલાઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. જો કે કેટલીક એવી ઘરેલુ સરળ ટિપ્સ છે. જેનાથી પિરિયડ સંબંધિત સમસ્યાને દૂર કરી શકાય છે.
પિરિયડ દરમિયાન મૂડ સ્વિંગ થવો, પેટમાં દુખાવો, કમરમાં દુખાવો, માથામાં દુખાવો. લૂઝ મોશન સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દરેક મહિલામાં આ સમય દરમિયાન જુદી-જુદી સમસ્યા જોવા મળે છે. જો કે આ સમય દરમિયાન જીવનશૈલી અને આહાર શૈલીમાં ફેરફાર કરીને સુધારો કરી શકાય છે.
આયુર્વેદ નિષ્ણાત ડૉ. દીક્ષા ભાવસાર પીરિયડ્સ દરમિયાન થતા દર્દનો સામનો કરવા માટે નીચેની ટિપ્સ આપે છે.
ચા
પીરિયડ્સ દરમિયાન ચા પીવાથી ઘણી રાહત મળે છે. તેનાથી તણાવને ઓછો કરી શકાય છે. આપ આ સમયમાં બેથીત્રણ વખત ગરમ ચાનું સેવન કરી શકો છો. જેનાથી રાહત અનુભવાશે. આદુની ચા, કેમોમાઈલ ટી, અથવા અજવાઈન ચા, પીરિયડ્સ દરમિયાન થતાં દુખાવા અને અન્ય સમસ્યામાં રાહત આપે છે.
પાણીનો સેક કરવો
કેટલીક મહિલાઓને પરિયડસ દરમિયાન કમર અને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. આ સમસ્યામાં પેઇન કિલર પણ લઇ શકાય છે પરંતુ ધરેલું નુસખાની વાત કરીએ તો પાણીનો સેક પણ કરી શકો છો. તેનાથી દુખાવાથી તાત્કાલિક રાહત મળેવી શકાય છે. સેકના કારણે ગર્ભાશયના સંકોચન ઓછું થાય છે અને તેના કારણે દુખાવામાં રાહત મળે છે.
પુષ્કળ પાણી પીવું
માસિક ધર્મ દરમિયાન પુષ્કળ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પાણી પીવાથી પેટનું ફૂલવું જેવી સમસ્યાને દૂર થાય છે. ફુદીનાના પાનને બોટલમાં ભરીને દિવસભર તેનું પાણી પીવું પણ રાહત આપે છે.