શોધખોળ કરો

Valentine Day 2024: રૂમમાં કેમેરો તો નથી ને ? વેલેન્ટાઇન ડે પર હોટલની આ ચીજોની કરો તપાસ

Valentine Day 2024: તમે તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં જઈ રહ્યા છો તો સાવચેત રહો

Valentine Day 2024: આ વેલેન્ટાઇન ડે પર જો તમે તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં જઈ રહ્યા છો તો સાવચેત રહો. તમે હોટેલ સ્કેમ વિશે સાંભળ્યું જ હશે, જેમાં તમારી અંગત પળોને હિડન કેમેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે. આટલું જ નહીં, તે વીડિયો દ્વારા તમને બ્લેકમેઇલ કરવામાં આવે છે અને ભારે કિંમત ચૂકવવાનું કહેવામાં આવે છે. પરંતુ જો તમે આ વાતનું અગાઉથી ધ્યાન રાખશો તો તમે આવા બ્લેકમેઇલમાં ફસાઈ જશો નહીં. આ માટે તમારે હોટલના રૂમમાં પ્રવેશતાની સાથે જ આ 5 કામ કરવા પડશે. આ પછી તમે કોઈપણ ટેન્શન વગર તમારો ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો.

હિડન કેમેરા શોધો

આજકાલ ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે તેને પકડવી મુશ્કેલ બની ગઈ છે. પરંતુ ઘણા લોકો તેનો ખોટો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે. સિક્કા કરતાં પણ નાના કેમેરા બજારમાં આવી ગયા છે અને તેમને ઓળખવા ખૂબ જ પડકારજનક છે. પરંતુ આજે અમે તમને એવી 5 ટ્રિક્સ જણાવીશું જેના દ્વારા તમે છૂપાયેલા કેમેરાને ઓળખી શકો છો.

છૂપાયેલ કેમેરા કેવી રીતે શોધવા

સૌ પ્રથમ તમારી આસપાસની સ્થિતિ તપાસો. તમારી આંખો જ્યાં સુધી જોઈ શકે ત્યાં સુધી બધું તપાસો. આમાં સ્મોક ડિટેક્ટર, એલાર્મ ઘડિયાળો, પાવર આઉટલેટ્સ જેવી વસ્તુઓ સામેલ હોઈ શકે છે. જો તમને શંકા હોય તેવી કોઈ વસ્તુ દેખાય છે, તો નજીકથી તપાસો. કેમેરા લેન્સ ઘણીવાર નાના અને છુપાવવા માટે સરળ હોય છે, તેથી તમારે કાળજીપૂર્વક જોવું પડશે.

લાઇટ બંધ કરો અને તપાસો.

રૂમની અંદર ગયા પછી બધી લાઇટ બંધ કરો, પછી કાળજીપૂર્વક આસપાસ જુઓ. જો કેમેરા હશે તો તમે તેને જોઈ શકશો. ઘણીવાર લેન્સમાંથી એક નાનો લાલ કે લીલો પ્રકાશ દેખાય છે.

ફોન કેમેરાનો ઉપયોગ કરો

જો તમે ઇચ્છો તો તમે તમારા ફોનના કેમેરાનો ઉપયોગ કરી શકો છો. આના દ્વારા કેમેરાને સરળતાથી શોધી શકાય છે. તમારા ફોનના કેમેરાને રૂમની આસપાસ ફેરવો અને જો ત્યાં કંઈપણ શંકાસ્પદ હોય તો તેને કાળજીપૂર્વક તપાસો.

કેમેરા ડિટેક્ટર

જો તમે ખરેખર આ અંગે ચિંતિત હોવ તો તમે કેમેરા ડિટેક્ટર ખરીદી શકો છો. આ ડિવાઇસ તમને છુપાયેલા કેમેરા શોધવામાં મદદ કરી શકે છે. તમે આ ઉપકરણોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સરળતાથી મેળવી શકો છો.

સાવચેત રહો સતર્ક રહો

સૌથી મહત્વની બાબત એ છે કે તમે જ્યારે પણ હોટલના રૂમમાં હોવ ત્યારે સાવચેત રહો. જો તમને કોઈ પણ બાબતમાં શંકા હોય તો તેને અવગણવાને બદલે તમારે માની લેવું જોઈએ કે તે કેમેરા છે. તે વસ્તુને તરત જ કાળજીપૂર્વક તપાસો. પર્સનલ વાત કરતા અથવા કપડાં બદલતી વખતે પ્રાઇવેસી જાળવવા માટે તમે રૂમમાં પડદા બંધ કરી શકો છો અથવા તમારી ઉપર ચાદર નાખી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DC vs LSG Live Score: તોફાની શરૂઆત બાદ લખનૌએ દિલ્હીને 210નો ટાર્ગેટ આપ્યો; છેલ્લી 5 ઓવરમાં માત્ર 39 રન જ બન્યા
DC vs LSG Live Score: તોફાની શરૂઆત બાદ લખનૌએ દિલ્હીને 210નો ટાર્ગેટ આપ્યો; છેલ્લી 5 ઓવરમાં માત્ર 39 રન જ બન્યા
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજVisavadar By Poll News: ગઠબંધન મુદ્દે AAP નેતા ગોપાલ ઈટાલિયાએ 12 કલાકમાં જ સૂર બદલાવીને લીધો યુ-ટર્નGandhinagar news: મદદનીશ કેળવણી નિરીક્ષકોને હવે સીધી નહીં મળે બઢતી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs LSG Live Score: તોફાની શરૂઆત બાદ લખનૌએ દિલ્હીને 210નો ટાર્ગેટ આપ્યો; છેલ્લી 5 ઓવરમાં માત્ર 39 રન જ બન્યા
DC vs LSG Live Score: તોફાની શરૂઆત બાદ લખનૌએ દિલ્હીને 210નો ટાર્ગેટ આપ્યો; છેલ્લી 5 ઓવરમાં માત્ર 39 રન જ બન્યા
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
Embed widget