કિરણ ખેરને થયું બ્લડ કેન્સર, જાણો આ ભંયકર બીમારીના કારણો અને શરૂઆતના શું છે લક્ષણો
બોલિવૂડ એક્ટ્રેસ અને ચંદીગઢની સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર થઇ ગયું છે. તેમને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. બ્લડ કેન્સરમાં બ્લડના સેલ્સના ફંકશન અને પ્રોડકશનની પ્રક્રિયા પ્રભાવિત થાય છે. તો જાણીએ તેના શરૂઆતી લક્ષણો શું છે.
Health Tips:બોલિવૂડ એક્ટ્રેસ અને ચંદીગઢની સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર થઇ ગયું છે. તેમને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. બ્લડ કેન્સરમાં બ્લડના સેલ્સના ફંકશન અને પ્રોડકશનની પ્રક્રિયા પ્રભાવિત થાય છે. તો જાણીએ તેના શરૂઆતી લક્ષણો શું છે.
બ્લડ કેન્સર ત્રણ પ્રકારના હોય છે, લ્યુકેમિયા, લિમ્ફોમા,માયલોમા, બ્લડ કેન્સર અસ્થિ મજ્જા અને લિમ્ફૈટિક સિસ્ટમ પર ખરાબ પ્રભાવ પાડે છે. બ્લ્ડ કેન્સરના કેટલાક કોમન લક્ષણો પણ છે. જેજાણવા જરૂરી છે.
બ્લડ કેન્સરના કોમન લક્ષણોની વાત કરીએ તો નબળાઇ, બેચેની, થકાવટ તેના મુખ્ય લક્ષણો છે. ઉપરાંત કેટલાક કેસમાં શ્વાસ લેવામાં તકલીફ અને પેઢામાંથી બ્લિડિંગની સમસ્યા પણ જોવા મળે છે.
રાત્રે અચાનક ખૂબ જ પરસેવો આવવો પણ બ્લડ કેન્સરનું એક લક્ષણ છે. ઉપરાંત અચાનક શરીરનો વજન ઘટી જવું. સતત ઉલ્ટીઓ થવી, તાવ બ્લડ કેન્સરના લક્ષણો હોઇ શકે છે.
બ્લડ કેન્સરના પેશન્ટને શરૂઆતમાં કમરમાં દુખાવો, પેટમાં દુખાવો, આંખોમાં ઝાંખપ આવવી, સ્કિન પર ડાઘ થવા અને યુરીન ઓછું પાસ થવું પણ બ્લડ કેન્સરનું વોર્નિંગ સાઇન છે,
બ્લડ કેન્સરનું કારણ શું છે?
બ્લડ કેન્સર થવાના અનેક કારણો છે. આ કારણમાંથી એક મુખ્ય કારણ વારસાગત છે. ઉપરાંત નબળી ઇમ્યૂન સિસ્ટમ પણ તેના માટે જવાબદાર છે. શરીરમાં જુદા-જુદા પ્રકારના ઇન્ફેકશનના કારણે પણ વ્યક્તિ બ્લડ કેન્સરનો ભોગ બની શકે છે.
શું છે કેન્સરનો ઇલાજ
ભારતમાં બ્લ્ડ કેન્સરનો ઇલાજ અનેક હોસ્પિટલમાં થઇ રહ્યો છે. એક્સપર્ટના મત મુજબ બાયોલોજીકલ થેરેપી દ્રારા પણ કેન્સરને ખત્મ કરી શકાય છે. કિમોથેરેપી અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સિવાય રેડિએશન ઓન્કોલોજિસ્ટ અને હેયમેટો ઓન્કોલોજિસ્ટ પણ બ્લડ કેન્સરના ઇલાજમાં મદદગાર સાબિત થઇ શકે છે.
ઉપરોક્ત લક્ષણો સામાન્ય લક્ષણો છે. જે અન્ય બીમારીમાં પણ હોઇ શકે છે. જરૂરી નથી કે,આ લક્ષણો ધરાવતી વ્યક્તિ કેન્સરગ્રસિત જ હોય પરંતુ જો આ પ્રકારના કોઇ લક્ષણો અનુભવાય તો એક વખત તબીબની સલાહ લેવી હિતાવહ છે. કેન્સરની બીમારીનું નિદાન જો શરૂઆતના તબક્કામાં થઇ જાય તો સમયસર ઇલાજથી જિંદગીને બચાવી શકાય છે.