Winter Care: જો પાંચ વસ્તુઓનો ઉપયોગ કરશો, તો શિયાળામાં નહીં ફાટે એડીઓ
શિયાળામાં ઠંડીની સાથે સાથે હવા પણ સૂકી બનવા લાગે છે અને તેની અસર હાથ અને પગની સ્કીન પર સૌથી વધુ જોવા મળે છે. પાણીમાં વધારે સમય સુધી રહેવાથી પગની એડીઓ પર તેની વધારે અસર જોવા મળે છે.
શિયાળામાં ઠંડીની સાથે સાથે હવા પણ સૂકી બનવા લાગે છે અને તેની અસર હાથ અને પગની સ્કીન પર સૌથી વધુ જોવા મળે છે. પાણીમાં વધારે સમય સુધી રહેવાથી પગની એડીઓ પર તેની વધારે અસર જોવા મળે છે. ફાટેલી એડીના કારણે દર્દની સમસ્યા વધી જાય છે. ફક્ત ક્રીમ લગાવવાથી એડીની કોમળતા પાછી આવતી નથી પણ થોડા ઘરેલૂ ઉપાયો તેને ક્યોર કરવામાં મદદ કરે છે. તો જાણો ઘરની કઈ વસ્તુઓને એડી પર લગાવવાથી તમને રાહત મળી જશે. તો આ ઉપાયોથી મળશે તમને મદદ.
મધ :
મધ એક નેચરલ એન્ટીસેપ્ટિકની જેમ કામ કરે છે. મધ સ્કીન માટે ફાયદારૂપ હોય છે જેથી તે ફાટેલી એડીને ઝડપથી ભરવા માટે તેને સારું માનવામાં આવે છે. આ સાથી સ્કીનની શુષ્કતાને પણ તે દૂર કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તમે એક કપ મધ લો અને તેને ગરમ પાણીમાં મિક્સ કરો. આ પાણીમાં પગને 20 મિનિટ ડુબાડીને રાખો. પગને મોઈશ્ચરાઈઝ કરવા માટે આ બેસ્ટ નુસખો છો. થોડા અઠવાડિયા સુધી રાતે સૂતા પહેલા આ ઉપાય કરવાથી તમને તેની અસર જોવા મળશે અને દર્દમાં પણ આરામ મળશે.
કેળું :
કેળાથી બનેલું ફૂટ માસ્ક એડીને ફાટવાની મુશ્કેલીને દુર કરે છે. આ સ્કીનને હાઈડ્રેટેડ રાખે છે અને ડ્રાય થવાથી બચાવે છે. એડી પર લગાવવા માટે તમે 2 પાકા કેળા લો અને સાથે તેને મેશ કરીને પેસ્ટ બનાવો. એડીથી લઈને પગના પંજા સુધી તેને લગાવો. 20-25 મિનિટ લગાવીને રાખ્યા બાદ પગ ધોઈ લો. 2 અઠવાડિયામાં તેની અસર સામાન્ય રીતે તમને જોવા મળી જશે.
નારિયેળનું તેલ :
સવારથી સાંજ સુધી લગભગ 2-3 વાર નારિયેળનું તેલ પગ પર લગાવો. આ તેલ સ્કીનની શુષ્કતાને દૂર કરે છે. સ્કીનની સાથે જોડાયેલા ઇન્ફેક્શનને દૂર કરવામાં પણ નારિયેળ તેલ સારું સાબિત થાય છે. સૂતા પહેલા ખાસ કરીને આ તેલ લગાવો.
એપલ સાઈડર વિનેગર :
એડીઓને ડુબાડીને રાખવા માટે તમે ખાસ રીતે પાણી બનાવો. એક ટબમાં ગરમ પાણી લો અને તેમાં એક મોટો ચમચો એપલ સાઈડર વિનેગર મિક્સ કરો. સાથે એક લીંબુ જેસ્ટ એટલે કે થાલની સાથે ઘસીને નાંખો. 20 મિનિટ સુધી તેમાં પગને ડુબાડીને રાખો.
અલોવેરા જેલ :
આ સ્કીનને માટે લાભદાયી છે. એક વાટકીમાં 2 ચમચી અલોવેરા જેલની સાથે એક ચમચી ગ્લિસરીન મિક્સ કરો. આ મિશ્રણને એડીઓ પર રોજ લગાવો. તેના હાઈડ્રેટિંગ ગુણ ફાટેલી એડી પર કમાલનું રિઝલ્ટ દેખાડે છે. સ્કીન મોઈશ્ચરાઈઝ કરીને તેને મુલાયમ બનાવે છે.