Cancer Symptoms: શું આપને ગેસની સતત રહે છે સમસ્યા? તો સાવધાન કેન્સરના હોઇ શકે સંકેત
સર્વાઇકલ કેન્સરનું સમયસર નિદાન થવુ થોડું મુશ્કેલ છે કારણ કે તેના લક્ષણો સામાન્ય હોવાથી લોકો તેને લાંબો સમય સુધી અવગણે છે.
Cancer Symptoms:હદથી વધુ ગેસ રિપ્રોડ્કટિવ ઓર્ગનમાં બીમારી ફેલાવાના શરૂઆતી લક્ષણો હોઇ શકે છે. ઘણીવાર લોકો તેને સામાન્ય ગેસ અથવા એસિડિટી સમજીને અવગણના કરે છે પરંતુ તે કેન્સરના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. પ્રજનન અંગોમાં થતા કેન્સરના પ્રારંભિક લક્ષણો સમાન હોય છે. દર્દી વિચારે છે કે આ સામાન્ય ગેસની સમસ્યા છે પરંતુ બાદમાં તે ખતરનાક સ્વરૂપ ધારણ કરી લે છે. જેના કારણે આ ભાગને પાછળથી કાપીને દૂર કરવો પડે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગર્ભાશયના મુખને સર્વિક્સ કહેવામાં આવે છે અને તેમાં થતા કેન્સરને સર્વાઇકલ કેન્સર કહેવામાં આવે છે.
સર્વાઇકલ કેન્સર આ વાયરસના કારણે થાય છે
સપ્ટેમ્બર મહિનો સ્ત્રીરોગ સંબંધી કેન્સર વિશે જાગૃતિ લાવવાનો મહિનો છે. પ્રજનન અંગોમાં થતા કેન્સરને સ્ત્રીરોગવિજ્ઞાન કેન્સર કહેવાય છે. ભારતમાં સ્ત્રીઓમાં સૌથી વધુ સામાન્ય કેન્સરમાં સ્તન કેન્સરના કેસ સૌથી વધુ છે. આ પછી સર્વાઇકલ અને પછી ગર્ભાશયનું કેન્સર. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે 95 ટકા સર્વાઈકલ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) ના કારણે થાય છે.
જોકે, સર્વાઇકલ કેન્સરના દર્દીઓની સંખ્યામાં અગાઉની સરખામણીએ ઘટાડો થયો છે. પહેલા તેની સંખ્યા લાખોને પાર કરતી હતી. હવે તે 94 હજારની નજીક છે. સર્વાઇકલ રોગનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે, જેમને ઘણા બાળકો હોય છે. મતલબ કે જેમને 5-6 બાળકો છે તેઓ ખાસ કરીને સ્વચ્છતાનું ધ્યાન નથી રાખી શકતા અને તે પણ સર્વાઇકલ કેન્સર કારણ બને છે. જો કે હવે 15 વર્ષથી નાની ઉંમરે પણ HPV રસીકરણ કરાવી શકાય છે. જેથી તેઓ આ રોગથી સુરક્ષિત રહી શકે.
દરેક મહિલાએ કયો ટેસ્ટ કરાવવો જોઈએ
સર્વાઇકલ કેન્સર માટે એક રસી બનાવવામાં આવી છે, જે 15-45 વર્ષની ઉંમરે આપી શકાય છે. પરંતુ નાની ઉંમરે આ રસી લેવાથી તમે આ રોગથી 70 થી 80 ટકા સુધી સુરક્ષિત રહી શકશો. આ ઉપરાંત પેપ સ્મીયર ટેસ્ટ પણ કરવામાં આવે છે. દરેક સેક્સ્યુઅલી એક્ટિવ વ્યક્તિએ દર ત્રીજા વર્ષે આ ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટેસ્ટમાં ગર્ભાશયની નજીકનું પ્રવાહી એકત્ર કરવામાં આવે છે અને પછી તેની તપાસ કરવામાં આવે છે. પેપ સ્મીયર ટેસ્ટની સાથે, લોકો HPV માટે પણ ટેસ્ટ કરાવે છે. જો આ સામાન્ય હોય તો તે 5 વર્ષના અંતરે થવું જોઈએ.
સ્થૂળતાના કારણે કેન્સરના કેસ પણ વધી રહ્યા છે
ડૉક્ટરના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં અંડાશયના કેન્સરને શોધવું થોડું મુશ્કેલ છે. કારણ કે તેના લક્ષણો ખૂબ જ સામાન્ય હોય છે. જેમ કે ગેસ, ખાટા ઓડકાર, દવા લીધા પછી પણ સારું ન થવું. જો આવી સમસ્યા વારંવાર થાય છે, તો તમારે સમયસર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. છેલ્લા કેટલાક વર્ષથી બેઠાડુ જીવન શૈલી, ખરાબ આહાર શૈલીને કારણે ગર્ભાશયનું કેન્સર વધ્યું છે.