![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Beauty Tips: ઉંમરની સાથે સુંદરતા વધારવા કરો આ કામ, 50 પછી પણ ચમકશે ત્વચા
Skin Care tips: કોઈને પણ ઉંમરમાં મોટું થવું નથી ગમતું અને એમાય તમે 35 વટાવ્યા પછી તો બિલકુલ નહી. દરેકને નાનું દેખાવું છે . 20થી ૩૦ની ઉમરમાં તમે જેવા લાગતા હોય તેવું જ દરેકને લાગવું છે
![Beauty Tips: ઉંમરની સાથે સુંદરતા વધારવા કરો આ કામ, 50 પછી પણ ચમકશે ત્વચા Dull Skin Causes: 9 Steps to Rejuvenate Your Skin Beauty Tips: ઉંમરની સાથે સુંદરતા વધારવા કરો આ કામ, 50 પછી પણ ચમકશે ત્વચા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/24/366f769d8b9c3b5292210b119a574926166927619452181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Beauty Tips: લોકો પોતાની ઉંમર છુપાવવા માટે અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે કારણ કે કોઈને પણ ઘરડું નથી દેખાવું, દરેકને જવાન જ રહેવું છે. આ ટ્રીટમેન્ટ પણ ખુબ જ મોઘી અને નુકશાનકર્તા હોય છે. જે દરેક લોકોને પસાય પણ નહી. તેથી આવી મોંધી ટ્રીટમેન્ટ કરાવવી તેના કરતા અમે તમને આજે કુદરતી સરળ ઉપાયો બતાવીએ છે જેનાથી તમારે કોઈ ખર્ચ પણ નહી થાય અને ઘરગથ્થુ હોવાથી તમને કોઈ નુકસાન પણ નહી થાય.
જો બ્યુટી પ્રોડક્ટસના ઉપયોગની વાત કરીએ તો તેમાં નાખેલા કેમિક્લસ તે સમયે સ્કિનને ચમકદાર બનાવે છે પણ પછી સ્કિન ઢીલી થઈ જાય છે અને ઉમ્ર વધારે લાગે છે. આપણી લાઈફસ્ટાઈલ પણ સુંદરતામાં મુખ્ય રોલ ભજવે છે. જો અમે સવારની ટેવમાં ફેરફાર કરીએ તો સ્કિનનો નિખાર પરત આવી શકે છે.
ગરમ પાણી પીવું
ચેહરાની ડલનેસનુ કારણેપાચનમાં ગડબડી પણ હોઈ શકે છે. તેના માટે દરરોજ સવારે મલાસનમાં બેસી જાઓ અને ગરમ પાણી પીવો. આ રીતે ગૈસ અને કબ્જ જેવી પરેશાનીઓ દૂર થઈ જશે. જેનાથી બ્લડ સર્કુલેશન સારુ રહેશે અને સ્કિન ગ્લોઈંગ થઈ જશે.
આ વસ્તુઓ ખાવી
50ની ઉંમર પછી હેલ્દી વસ્તુઓ ખાવી એ ન માત્ર સુંદરતા પણ આરોગ્ય માટે પણ જરૂરી છે. દરરોજ બદામ અને અખરોટ જેવી વસ્તુઓ ખાવાથી સ્કિનની કરચલીઓ દૂર થઈ જશે અને ચેહરો સુંદર લાગશે. નાશ્તામાં ફ્રુટ્સ પણ લઇ શકો છો.
વર્ક આઉટ કરવુ
સ્કિનને હેલ્દી બનાવવા માટે બૉડીને એક્ટિવ રહેવુ જરૂરી છે. હેલ્દી બૉડી માટે વર્ક આઉટ કરવો જોઈએ. તેનાથી બલ્ડ ફ્લો પણ સારુ થાય છે અને સ્કિન સેલ્સ સુધી ઑક્સીજન પહોંચે છે. જેનાથી કરચલીઓ દૂર થાય છે. દરરોજ 30-40 મિનિટ સુધી વર્ક આઉટ કરવાથી ઘણા ફાયદા થશે.
યોગ છે જરૂરી
ઘણા લોકો માત્ર યોગ કરે છે અને તેમની સ્કિન 50 વર્ષની ઉંમરે પણ કરચલી મુક્ત અને ચમકદાર હોય છે. યોગ ચહેરાને નિખારવાનું કામ કરે છે. તે હોર્મોન્સને સંતુલિત કરે છે. લોહીને શુદ્ધ કરવામાં અને સુંદરતા વધારવામાં મદદ કરે છે. ચહેરા માટે કેટલાક ખાસ યોગ પોઝ પણ છે, જે કરચલીઓ દૂર કરે છે અને ત્વચાને ગ્લોઈંગ બનાવે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)