શોધખોળ કરો

Anti Aging Foods: વધતી ઉંમરની સ્કિન પર થતી અસરને ઓછી કરે છે, આ એન્ટિ એજિંગ ફૂડસ રૂટીન ડાયટમાં કરો સામે

50 વર્ષની ઉંમરે પણ આપની ત્વચા 30 વર્ષના યુવાનો જેવી દેખાઈ શકે છે. આ માટે આપને યંગ એજમાં જ કેટલીક એવી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા-પીવાનું શરૂ કરવુ જોઇએ, જે એન્ટિએજિંગ ગુણોથી ભરપૂર હોય.

Anti Aging Foods: 50 વર્ષની ઉંમરે પણ આપની ત્વચા 30 વર્ષના યુવાનો જેવી દેખાઈ શકે છે. આ માટે આપને યંગ એજમાં જ  કેટલીક એવી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા-પીવાનું શરૂ કરવુ જોઇએ, જે એન્ટિએજિંગ ગુણોથી ભરપૂર હોય.

 યુવાન દેખાવું અને ઊર્જાના સ્તરે યુવાન હોવું એ બે અલગ-અલગ બાબતો છે. એવું જરૂરી નથી કે તમે 50 વર્ષ વટાવી ગયા હોવ તો તમે વૃદ્ધ દેખાવા લાગો. આપ હંમેશા ઉર્જાવાન અને યંગ દેખાઇ શકો છો. એટલે કે, 50 વર્ષની ઉંમરે પણ, તમે 35 વર્ષની ઉંમરે જેટલી ત્વચા કાંતિમય બનાવી શકો છો. આ માટે તમારે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું પડશે. અહીં અમે તમને એવા 5 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનું દરરોજ સેવન કરવાથી 50 વર્ષની ઉંમરમાં પણ વૃદ્ધાવસ્થા તમને સ્પર્શશે નહીં.

 મધનું સેવન કરો

 દરેક લોકોને મધ ખાવું પસંદ હોય છે. તેને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. 20-25 વર્ષની ઉંમરથી તમારા રોજિંદા આહારમાં મધનું સેવન શરૂ કરો. તમે તેને દૂધમાં ભેળવીને લઈ શકો છો અથવા તમે સવાર-સાંજ એક-એક ચમચી ખાઈ શકો છો. મધ એન્ટી એજિંગ ગુણોથી ભરપૂર છે. તે ત્વચાને સ્થિતિસ્થાપકતા  પ્રદાન કરે છે.

મખાના ખાઓ

તમે દરરોજ એક બોલ મખાને ખાવાનું શરૂ કરો. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. જો ગ્રામમાં વાત કરીએ તો તમે દરરોજ 5 થી 10 ગ્રામ મખાના ખાઈ શકો છો. જો કે તમારે તળેલા મખાના ખાવાનું ટાળવું જોઈએ. આ એન્ટીએજિંગ ખોરાક છે.

 હળદરવાળું દૂધ પીવો

હળદર વાળું દૂધ સ્વાદમાં એટલું સ્વાદિષ્ટ નથી લાગતુ પરંતુ તેના ફાયદા ચોક્કસ છે. દરેક એજ ગ્રૂપના લોકોએ હળદરનું દૂધ પીવું જોઇએ. સ્કિનને હેલ્થી રાખવાની સાથે તે શરીરને સંક્રમણથી પણ દૂર રાખે છે.

રોજ એક બીટ ખાવ

બપોરે અથવા સાંજે સલાડમાં બીટ લો. શરીરને નજીવી માત્રામાં ચરબી મળે છે જ્યારે પ્રોટીન, ફાઈબર, ફોલેટ, મેગ્નેશિયમ, વિટામિન-સી, વિટામિન-એ, પોટેશિયમ વગેરે અનેક પ્રકારના મિનરલ્સ અને પોષક તત્વો મળે છે. બીટરૂટનું સેવન બ્લડ લેવલ જાળવી રાખવા અને ત્વચાના કોષોને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

ડ્રાયફ્રૂટનું કરો સેવન

તમારે દરરોજ મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. આમાં બદામ-કાજુ-કિસમિસ અને અખરોટનો સમાવેશ થવો જોઈએ. આ ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાથે જ તમારે દિવસમાં બે ગ્લાસ દૂધ અને એક વાટકી દહીં અવશ્ય ખાવું જોઈએ. તમારા લંચમાં દહીંનો સમાવેશ કરો અને નાસ્તા પહેલા અને રાત્રે જમ્યાના 2 કલાક પછી દૂધ પીવો. આમ કરવાથી શરીરને  પૂરેપૂરું પોષણ મળશે અને ગરમીમાં પણ નુકસાન નહીં થાય.

Disclaimer :અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
Embed widget