Child Health: માત્ર દૂધ પીવાથી બાળક નહિ બને મજબૂત, સારા ગ્રોથ માટે આ વસ્તુ પણ કરો મિક્સ
બાળકોના વિકાસ માટે દૂધ એ ઉત્તમ આહાર છે. પરંતુ તમે તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને તેને વધુ ટેસ્ટી અને હેલ્ધી બનાવી શકો છો.
Child Health:બાળકોના વિકાસ માટે દૂધ એ ઉત્તમ આહાર છે. પરંતુ તમે તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને તેને વધુ ટેસ્ટી અને હેલ્ધી બનાવી શકો છો.
બાળકના સારા વિકાસ માટે પોષક તત્ત્વોથી ભરપૂર આહાર જરૂરી છે અને બાળકોના વિકાસ માટે દૂધથી વધુ સારો ખોરાક બીજો કોઈ હોઈ શકે નહિ. દૂધ પીવડાવવાથી ઊંચાઈ વધે છે. અસ્થિ સમૂહ અને હાડકાની ઘનતાનો પણ સારો વિકાસ થાય છે. કોઈપણ પ્રકારની શારીરિક નબળાઈ નથી અનુભવાથી. પરંતુ કેટલીકવાર બાળકો દૂધ પીવા તૈયાર હોતા નથી. આવી સ્થિતિમાં, તમે કેટલીક ટેસ્ટી વસ્તુઓ ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવી શકો છો. ચાલો જાણીએ આવા જ કેટલાક કોમ્બિનેશન વિશે જે બાળકો માટે સ્વાદિષ્ટ તો હશે જ અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહેશે…
ડ્રાય ફ્રૂટ્સ અને મિલ્ક
જો તમે દૂધને વધુ હેલ્ધી બનાવવું હોય તો તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો.ડ્રાય ફ્રૂટ્સમાં ઘણાં પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ડ્રાય ફ્રૂટ્સમાં ઘણા જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર્સ હોય છે. તમે દૂધમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો અને તેને બ્લેન્ડ કરી શકો છો અને ઠંડુ થાય પછી બાળકને સર્વ કરો. તમારું બાળક તેને સરળતાથી પીશે અને ડ્રાય ફ્રૂટ્સ સાથે દૂધ પીવાથી સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
એવોકાડો અને હની મિક્સ મિલ્ક
દૂધમાં બાળકને એવોકાડો અને મધ મિક્સ કરીને આપી શકો છો. એવોકાડો પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન્સ તેમજ ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે. તે એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. મધ સાથે તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
કેળાનું દૂધ
તમે તમારા બાળકને કેળા અને દૂધ પણ મિક્સ કરીને આપી શકો છો. કેળામાં વિટામિન B6, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ઘણા જરૂરી મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. જો તેમાં રહેલા પોષક તત્ત્વો દૂધમાં ભળી જાય તો તે એક ઉત્તમ મિશ્રણ બની જાય છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બ્લેન્ડિંગ જારમાં ઠંડુ દૂધ અને કેળા નાખીને સારી રીતે બ્લેન્ડ કરો. તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.હવે તેને તમારા બાળકને સર્વ કરો.
કેસર પિસ્તા દૂધ
બાળકોને કેસર પિસ્તાનું દૂધ ખૂબ જ ભાવે છે. કારણ કે બાળકો કેસર પિસ્તા આઈસ્ક્રીમ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. આવી સ્થિતિમાં જો તમે દૂધનું પોષણ મૂલ્ય વધારવું હોય તો બાળકને કેસર-પિસ્તાનું દૂધ આપી શકો છો. પિસ્તામાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે. આ સાથે તેમાં રહેલા અન્ય પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને શરીરને ચેપ સામે લડવા માટે તૈયાર કરે છે. એટલું જ નહીં પિસ્તાના સેવનથી હિમોગ્લોબિનનું સ્તર પણ વધે છે. જ્યારે કેસર એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ તમારા બાળકોને ફ્રેશ રાખે છે અને તેમને તેનો સ્વાદ પણ ગમે છે. ગરમ દૂધમાં પિસ્તા પાવડર અને કેસરની બે થી ચાર સેર નાખીને બરાબર મિક્ષ કરી લો. જો રંગ થોડો બદલાય છે બાદ ઠુંડ કરીને બાળકને આપો.