શોધખોળ કરો

International Womens Day 2024: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે જ કેમ ઉજવવામાં આવે છે? જાણો ખાસ વાતો

International Womens Day 2024: આ દિવસની ઉજવણી માટે 8 માર્ચની તારીખ શા માટે પસંદ કરવામાં આવી?

International Women's Day 2024 History: વિશ્વની અડધી વસ્તી મહિલાઓની છે. તેઓ કોઈપણ બાબતમાં પુરુષોથી પાછળ નથી. સમાજની પ્રગતિમાં પુરુષોનું જેટલું જ યોગદાન છે એટલું જ મહિલાઓનું છે. પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ મહિલાઓને પુરૂષોની જેમ સમાન તકો અને સન્માન મળતું નથી. આજે પણ તેમને સમાનતાના અધિકાર માટે અનેક મોરચે લડવું પડે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને તેમને તેમના અધિકારો વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે આ દિવસની ઉજવણી માટે 8 માર્ચની તારીખ શા માટે પસંદ કરવામાં આવી? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત કેવી રીતે થઈ?

મજૂર આંદોલનના કારણે મહિલા દિવસની થઇ હતી શરૂઆત

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વાસ્તવમાં મજૂર આંદોલનની ઉપજ છે. તેની શરૂઆત વર્ષ 1908માં થઈ હતી, જ્યારે લગભગ 15 હજાર મહિલાઓ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરી હતી. આ મહિલાઓની માંગ કામકાજના કલાકો ઘટાડવા, કરેલા કામના હિસાબે પગાર આપવા અને મતદાનનો અધિકાર આપવાની પણ હતી. મહિલાઓના આ વિરોધના એક વર્ષ પછી અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી.

શા માટે માત્ર 8 માર્ચે જ મહિલા દિવસ ઉજવાય છે?

આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી કરવાનો વિચાર એક મહિલા ક્લારા જેટકિનનો હતો. ક્લારા જેટકિનને વર્ષ 1910માં વૈશ્વિક સ્તરે મહિલા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે સમયે ક્લારા યુરોપિયન દેશ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં વર્કિંગ વુમનની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહી હતી. ત્યાં હાજર તમામ મહિલાઓએ તેમનું સમર્થન કર્યું અને વર્ષ 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પછી 1975માં સંયુક્ત રાષ્ટ્રે સત્તાવાર રીતે મહિલા દિવસને માન્યતા આપી અને તેની ઉજવણી માટે 8 માર્ચની તારીખ નક્કી કરી હતી.  ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે.

થીમ દર વર્ષે નક્કી કરવામાં આવે છે

દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ નક્કી કરવામાં આવે છે. વર્ષ 2024 ની થીમ છે- Inspire Inclusion. આનો અર્થ એવો થાય છે કે એક એવી દુનિયા, જ્યાં દરેકને સમાન અધિકાર અને સન્માન મળે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ 'એમ્બ્રેસ ઇક્વિટી' હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

Embed widget