Pregnancy Fruits: પ્રેગનન્સીમાં માતા અને બાળકને નુકસાન કરી શકે છે આ બે ફળ, જાણો કેમ ના ખાવા જોઇએ?
Pregnancy Fruits: ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેને તમારા આહારમાં સામેલ કરવા જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન કેટલાક ફળ એવા હોય છે જે ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડે છે.

Fruits To Avoid During Pregnancy: ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેને તમારા આહારમાં સામેલ કરવા જોઈએ. તમે ઘણીવાર લોકોને આવું કહેતા સાંભળ્યા હશે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન કેટલાક ફળ એવા હોય છે જે ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડે છે. જ્યારે પણ ગર્ભાવસ્થા દરમિયાન ડાયટની વાત આવે છે ત્યારે દરેક સગર્ભા સ્ત્રી તેના આહારમાં ફક્ત આરોગ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. જો કે ફળો હેલ્ધી હોય છે, પરંતુ શું માતા ગર્ભાવસ્થા દરમિયાન તમામ પ્રકારના ફળોનું સેવન કરી શકે છે? જો તમારા મનમાં પણ આવો જ સવાલ છે તો અમે તમને જણાવીએ કે કેટલાક એવા ફળ છે જેને ગર્ભાવસ્થા દરમિયાન ટાળવા જોઈએ.
ગર્ભાવસ્થા દરમિયાન આ ફળો ખાવાનું ટાળો
પપૈયા
પપૈયામાં લેટેક્સ હોય છે જે પ્રીમેચ્યોર કોન્ટ્રેક્શનને પ્રેરિત કરી શકે છે. આનાથી પેટમાં દુખાવો થઇ શકે છે. ગર્ભસ્થ બાળક માટે પણ ખતરનાક બની શકે છે. પપૈયાને કોઈપણ કિંમતે ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે અકાળ પ્રસૂતિ તરફ દોરી શકે છે અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં કસુવાવડ પણ થઈ શકે છે.
પાઈનેપલ
પાઈનેપલ એક એવું મીઠું અને ખાટુ ફળ છે જે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ખાવાનું મન થઈ શકે છે, પરંતુ આ ફળથી તેમણે દૂર રહેવું જોઈએ. આ ફળમાં બ્રોમેલેન હોય છે જે ગર્ભાશય ગ્રીવાને નરમ કરી શકે છે, અકાળે ડિલિવરી થવાની શક્યતા વધારે છે. બીજી તરફ, અનાનસ ખાવાથી ગર્ભાવસ્થા દરમિયાન ડાયરિયા પણ થઈ શકે છે.
દ્રાક્ષ
દ્રાક્ષ સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓ માટે વર્જિત છે. ખાસ કરીને ફાઇનલ ટ્રાઇમેસ્ટર દરમિયાન. તેમાં રેસ્વેરાટ્રોલ નામનું ઘટક હોય છે જે હોર્મોન્સમાં દખલ કરી શકે છે અને અસંતુલનનું કારણ બની શકે છે. દ્રાક્ષમાં ગરમી પેદા કરનાર ગુણધર્મો પણ છે, જે માતા અને બાળક બંનેને અસર કરી શકે છે.
ફ્રોઝન ફળો
ફ્રોઝન ફળો સામાન્ય રીતે તેમના શેલ્ફ-લાઇફને વધારવા માટે સાચવવામાં આવે છે અને તે સગર્ભા સ્ત્રીઓ માટે આરોગ્યપ્રદ વિકલ્પ ન હોઈ શકે. ફ્રોઝન અને ડબ્બામાં પેક ફળો તાજા હોતા નથી અને કેટલાક કિસ્સાઓમાં તે બાળકો માટે ઝેરી પણ બની શકે છે. સગર્ભા સ્ત્રીઓ માટે આહાર વિશે વાત કરીએ તો તાજા અને મોસમી ફળોની પસંદગી કરવી હંમેશા શ્રેષ્ઠ છે.
ગર્ભાવસ્થા દરમિયાન આ ફળો ખાવાથી ફાયદો થાય છે
પ્રેગનન્સી દરમિયાન આહારનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જો કે કેટલાક ફળ એવા છે જેને ટાળવા જોઈએ, પરંતુ અન્ય ઘણા ફળો છે જે ગર્ભાવસ્થા દરમિયાન ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમાંથી, તમે ગર્ભાવસ્થા દરમિયાન કેળા, સફરજન, દાડમ, તરબૂચ અને નારંગી ખાઈ શકો છો, તે ખૂબ જ ફાયદાકારક છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
