Shraddha Kapoor Fitness: ખૂબ જ સિમ્પલ છે, શ્રદ્ધા કપૂરનો ફિટનેસ મંત્ર, જાણો શું છે સ્પેશયલ ડાયટ પ્લાન
Shraddha Kapoor Fitness Mantra: શ્રદ્ધા કપૂર તેની એક્ટિંગના કારણે તો હંમેશા ચર્ચામાં રહે છે અને ફેન્સ તેની કલા પ્રતિભાને વખાણે છે પરંતુ આ સાથે તેની બ્યુટી અને ફિટનેસના કારણે પણ તે ચર્ચામાં રહે છે. ફેન્સ તેની ફિટનેસ અને સુંદરતાના પણ દિવાના છે.
Shraddha Kapoor Fitness Mantra: શ્રદ્ધા કપૂર તેની એક્ટિંગના કારણે તો હંમેશા ચર્ચામાં રહે છે અને ફેન્સ તેની કલા પ્રતિભાને વખાણે છે પરંતુ આ સાથે તેની બ્યુટી અને ફિટનેસના કારણે પણ તે ચર્ચામાં રહે છે. ફેન્સ તેની ફિટનેસ અને સુંદરતાના પણ દિવાના છે.
એક્ટિંગની સાથે સાથે બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર તેની સુંદરતા અને ફિટનેસ માટે પણ લોકોમાં લોકપ્રિય છે. શ્રદ્ધા કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેની ફિટનેસ ટિપ્સ શેર કરતી રહે છે. પોતાની ફિટનેસ માટે શ્રદ્ધા વર્કઆઉટની સાથે સ્પેશિયલ ડાયટ પ્લાન પણ ફોલો કરે છે.
શ્રદ્ધા કપૂર આ વાત સારી રીતે જાણે છે કે ફિટ રહેવા માટે વર્કઆઉટની સાથે યોગ્ય ડાયટનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે તે હેલ્ધી ડાયટ લે છે. શ્રદ્ધાને ઘરનું રાંધેલું ભોજન પસંદ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા શૂટિંગમાં પણ ઘરેથી ફૂડ પેક કરીને લઇ જાય છે. તેણી તેના આહારમાં ચોક્કસપણે ઇંડા, શેકેલી માછલી અને તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરે છે.
બ્રેકફાસ્ટમાં શું લે છે?
નાસ્તો: શ્રદ્ધા નાસ્તામાં પોહા, ઉપમા અથવા ઈંડાની સફેદ આમલેટ ખાય છે.
લંચમાં શું ખાઇ છે?
લંચમાં અભિનેત્રીને રોટલી-સબ્જી, દાળ અને સલાડ ખાવાનું પસંદ કરે છે.
ડિનરમાં શું લે છે
શ્રદ્ધા કપૂર રાત્રે હળવું ખાવાનું પસંદ કરે છે. ઉપરાંત, તે રાત્રે 8 વાગ્યા સુધીમાં તેનું ડિનર કરી લે છે. તે શેકેલી માછલી અથવા માછલીની કરી સાથે 1 રોટલી અથવા બ્રાઉન રાઇસ પણ ખાય છે.
શ્રદ્ધાકપૂર વર્કઆઉટ
યોગ્ય આહાર સાથે, શ્રદ્ધા વર્કઆઉટ કરવાનું ક્યારેય ભૂલતી નથી. શ્રદ્ધા કપૂરની વર્કઆઉટ રૂટિનમાં ચરબી બર્નિંગ કાર્ડિયો સાથે યોગ અને ધ્યાનનો સમાવેશ થાય છે. આ સિવાય તેને ડાન્સ કરવાનો પણ ઘણો શોખ છે. જ્યારે તેને જીમમાં જઈને વર્કઆઉટ કરવાનું મન થતું નથી ત્યારે શ્રદ્ધા ડાન્સ કરીને કેલરી બર્ન કરે છે.