![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hormones: જાણો હોર્મોન્સ શું છે? આપ કઇ રીતે કરી શકો છો તેને સંતુલિત, તેનાથી શરીરમાં શું ફેરફાર થાય છે
Hormone balance:સ્વસ્થ શરીર માટે હોર્મોન્સ સંતુલન પણ એટલું જ જરૂરી છે. જો આપ હોર્મોન્સ અસંતુલન સામે ઝઝુમી રહ્યાં હો તો તે આપના ડાયટમાં પોષક તત્વની કમીને દર્શાવે છે.
![Hormones: જાણો હોર્મોન્સ શું છે? આપ કઇ રીતે કરી શકો છો તેને સંતુલિત, તેનાથી શરીરમાં શું ફેરફાર થાય છે What is homones imbalance and how can you make balance Hormones: જાણો હોર્મોન્સ શું છે? આપ કઇ રીતે કરી શકો છો તેને સંતુલિત, તેનાથી શરીરમાં શું ફેરફાર થાય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/16/42ae73c6a01edfac22c216b8512a9962_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hormone balance:સ્વસ્થ શરીર માટે હોર્મોન્સ સંતુલન પણ એટલું જ જરૂરી છે. જો આપ હોર્મોન્સ અસંતુલન સામે ઝઝુમી રહ્યાં હો તો તે આપના ડાયટમાં પોષક તત્વની કમીને દર્શાવે છે.
હોર્મોન્સ શરીરનું કેમિકલ મેસેન્જર છે. તેમજ તે શારિરીક, માનસિક, ભાવનાત્મક સ્વાસ્થય માટે જવાબદાર છે. સંપૂર્ણ શરીરની ગતિવિધિ ભૂખ, બ્લડપ્રેશર, મેટાબોલિજ્મ, સ્લીપ સાઇકલની સાથે સાથે શરીરના સામાન્ય વિકાસ, મૂડ અને ઉર્જાને ના લેવલને નિયંત્રિત કરવા માટે આવશ્યક છે. હોર્મોન્સ આપના શરીરને પણ પ્રભાવિત કરે છે. ટૂંકમાં તે આપના શરીરની બધા જ સિસ્ટમની બુનિયાદ છે.
મેગ્નિશિયમ
મેગ્નેશિયમથી સમૃદ્ધ ખોરાક ખાવાથી લોહીમાં શર્કરાના સ્તરને સંતુલિત કરવામાં અને હોર્મોન્સને પાટા પર લાવવામાં મદદ મળી શકે છે. મેગ્નેશિયમની ઉણપ માથાનો દુખાવો, અનિદ્રા, બેચેની, ચીડિયાપણું અને સ્નાયુ ખેંચાણનું કારણ બની શકે છે. પર્યાપ્ત મેગ્નેશિયમનું સેવન સુનિશ્ચિત કરવા માટે, ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે કોળું, સૂર્યમુખીના બીજ, બદામ, કાજુ ખાઓ. આ મેગ્નેશિયમના સમૃદ્ધ સ્ત્રોત છે અને હોર્મોનનું સ્તર જાળવવા માટે ફાયદાકારક છે.
ઓમેગા-3 ફેટસ
ખોરાક અથવા સપ્લીમેન્ટસથી મેળવેલ ઓમેગા -3 ફેટી એસિડ તંદુરસ્ત શરીરને જાળવવામાં મદદ કરી શકે છે. આ જરૂરી છે કારણ કે તે ફેફસાં, હૃદય, રક્તવાહિનીઓ અને રોગપ્રતિકારક શક્તિને વ્યવસ્થિત રાખવામાં મદદ કરે છે. હકીકતમાં, ઓમેગા -3 ચરબી ડિપ્રેશન અને અન્ય માનસિક સમસ્યાઓને પણ દૂર રાખે છે. ઓમેગા -3 ફેટી એસિડ્સના સારા સ્ત્રોત ચિયા બીજ, સોયા ફૂડ, ફ્લેક્સસીડ ઓઇલ, ફ્લેક્સસીડ છે.
વિટામિન બી કોમ્પલેક્સ
વિટામિન બી કોમ્પ્લેક્સ નર્વસ સિસ્ટમ, પેટ-આંતરડાની સિસ્ટમ અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની કામગીરી માટે જરૂરી છે. તેની ઉણપ તમારા શરીરમાં હોર્મોન અસંતુલન પેદા કરી શકે છે, જે બેરીબેરી થઇ શકે છે, જેના લીધે હાથ અને પગના દુખાવા અને ફાલેન્જેસ થાય છે. જો વિટામિન બી કોમ્પલેક્સ પૂરતા પ્રમાણમાં હોય . આ રોગથી બચી શકાયછે. નર્વસ સિસ્ટમ પર પણ તે કામ કરે છે. . દૂધ, પનીર, ઇંડા, પાલક જેવા ઘેરા લીલા શાકભાજી તેમજ ચિકન અને માછલી જેવા માંસમાં વિટામિન બી ભપૂર માત્રામાં હોય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)