Surat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચાર
મહિલા ભાજપ નેતા દીપીકા પટેલના આપઘાત કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.. પોલીસે જેમના પર શંકા છે એ કોર્પોરેટર ચિરાગ સોલંકીને સુરત ન છોડવાના આદેશ કર્યા છે.. સુરતમાં ભાજપની મહિલા મોરચા નેતાના પ્રમુખ દીપિકા પટેલ દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાતના મામલો એક મોટો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કોર્પોરેટર ચિરાગ સોલંકીએ ગ્લોઝ પેહર્યા હતા અને બાદમાં તેમણે તે ગ્લોવ્ઝ ફેંકી દીધા હતા, જે પોલીસને શંકાના દાયરામાં લાગી રહ્યા છે. આ ઘટનામાં અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે ત્યારે હવે અલથાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે હવે આ તપાસ ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઇ ભરવાડને સોપવામાં આવી છે.
કોર્પોરેટર ચિરાગ સોલંકીએ ગ્લોવ્ઝ પહેર્યા હતા: સુરતમાં ભાજપની મહિલા મોરચા નેતા દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાતના મામલામાં કોર્પોરેટર ચિરાગ સોલંકીએ તેના બચાવ સમયે ગ્લોવ્ઝ પેહર્યા હતા અને બાદમાં ગ્લોઝ ફેંકી દીધા હતા. જે દીપિકાના ઘરની બાજુએ લાગાવેલા CCTV માં જોવા મળી રહ્યું છે. CCTV માં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કોર્પોરેટર ચિરાગ સોલંકી ગ્લોઝ પેહરીને ઉપર જઈ રહ્યો છે. જે જોતા દીપિકાના આપઘાતમાં ચિરાગ સોલંકીની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે.
મહિલા ભાજપ નેતા દીપીકા પટેલના આપઘાત કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.. પોલીસે જેમના પર શંકા છે એ કોર્પોરેટર ચિરાગ સોલંકીને સુરત ન છોડવાના આદેશ કર્યા છે..