IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
IND vs AUS 2nd Test: ટીમ ઈન્ડિયા એડિલેડ ટેસ્ટના પ્રથમ દાવમાં 180 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન નીતિશ રેડ્ડીએ 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. સ્ટાર્કે 6 વિકેટ લીધી હતી.
IND vs AUS 2nd Test: ટીમ ઈન્ડિયા એડિલેડ ટેસ્ટના પ્રથમ દાવમાં 180 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન નીતિશ રેડ્ડીએ 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. સ્ટાર્કે 6 વિકેટ લીધી હતી.
Nitish Kumar Reddy top-scores with 42 as #TeamIndia post 180 in the 1st innings.
— BCCI (@BCCI) December 6, 2024
Final Session of the day coming up.
Live ▶️ https://t.co/upjirQCmiV#AUSvIND pic.twitter.com/HEz8YiRHc0
ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ શૂન્ય પર આઉટ થયો હતો. મિચેલ સ્ટાર્કે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતની બીજી વિકેટ કેએલ રાહુલના રૂપમાં પડી. 64 બોલનો સામનો કરીને તે 37 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલે આ ઈનિંગ દરમિયાન 6 ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીના રુપમાં ટીમની ત્રીજી વિકેટ પડી, તે માત્ર 7 રન બનાવીને આઉટ થયો.
શુભમન ગિલ અને રાહુલ વચ્ચે અડધી સદીની ભાગીદારી બની હતી. પરંતુ તે લાંબો સમય ટકી શક્યો નહીં. શુભમન 51 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. રિષભ પંતે 35 બોલનો સામનો કરીને 21 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિને 3 ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. હર્ષિત રાણા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
નીતિશ રેડ્ડીએ આપ્યો જડબાતોડ જવાબ
રેડ્ડીએ ઓસ્ટ્રેલિયન બોલરોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે 54 બોલનો સામનો કર્યો અને 42 રન બનાવ્યા. રેડ્ડીની આ ઇનિંગમાં 3 ફોર અને 3 સિક્સ સામેલ હતી. મોહમ્મદ સિરાજે એક ફોરની મદદથી અણનમ 4 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયન બોલરોએ તબાહી મચાવી દીધી
મિચેલ સ્ટાર્ક ભારત માટે ઘાતક સાબિત થયો હતો. તેણે 14.1 ઓવરમાં 48 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે 2 મેડન ઓવર નાખી હતી.. કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી હતી. તેણે 12 ઓવરમાં 41 રન આપ્યા હતા. સ્કોટ બોલેન્ડે 13 ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ લીધી હતી.
ભારત પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ-11
પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.