શોધખોળ કરો

Success Story: આપનું સ્ટાર્ટઅપ કરવા માંગો છો? તો રોકાણ માટે નજીવા વ્યાજે અહીંથી મેળવી શકો છો પર્સનલ લોન

"સહકારી ક્ષેત્ર" એટલે લોકોને ઓછા વ્યાજદરે આર્થિક રીતે મદદ કરીને તેમના રોજગાર-ધંધા અને સ્વપ્નોને પૂરા કરવાના હેતુ સાથે ધબકતું ક્ષેત્ર.

Success Story:  "સહકારી ક્ષેત્ર" એટલે લોકોને ઓછા વ્યાજદરે આર્થિક રીતે મદદ કરીને તેમના રોજગાર-ધંધા અને સ્વપ્નોને પૂરા કરવાના હેતુ સાથે ધબકતું ક્ષેત્ર. સહકારી ક્ષેત્રની આ વિચારધારાને સારી રીતે પરિપૂર્ણ કરે છે રાજકોટ જિલ્લાની “ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી”.

  "સહકારથી સમૃધ્ધિ"ના સૂત્રને ચરિતાર્થ કરતી ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી મંડળીના ઉદભવ વિશે વાત કરતાં મેનેજર અશોકભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આજદિન સુધી મેં અનેક જગ્યાએ નોકરી કરી છે પણ જ્યારે મને ખબર પડી કે મારી ગૌરીદળ ગામની ઓફીસમાં સફાઈ કામ કરતી મહિલાઓ રોજગારને વેગ આપવા અને ઘરની જરૂરીયાતોને પુરી કરવા ઊંચા વ્યાજદરે ધિરાણ લઈને જીવન જીવી રહ્યા છે. ત્યારે આ વાતે મારા મન ઉપર ઉંડી અસર કરી અને વિચાર આવ્યો કે સહકારી ક્ષેત્રની વ્યાખ્યાને સાબિત કરતી મંડળીની રચના કરવી જોઈએ, જેમાં આર્થિક શોષણ થયા વિના મહિલાઓનો સામાજિક અને આર્થિક ઉત્કર્ષ સુનિશ્ચિત થાય. બસ, આ વિચારને અમલમાં મુકીને માત્ર ૧૦૦ બહેનોના સહકાર સાથે વર્ષ 2016માં 80 થી 85 લાખના ધfરાણ સાથે ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી મંડળની શરૂઆત કરી હતી.

            સહકારના અમૃતબિંદુ સાથે ભાડાના મકાનથી શરૂ કરીને આજે પોતાની માલિકીની અસ્કયામતમાં ઝાંસીની મહિલા મંડળીમાં વિશ્વાસના તાંતણે આજે 8000થી વધુ મહિલા સભ્યો જોડાયા છે. જેમાંથી અત્યારે 4૦૦૦ મહિલાઓએ પર્સનલ લોન મેળવી છે.

છ વર્ષના ટુંકાગાળામાં મંડળી રૂ. ૪૨ કરોડની ધિરાણ, રૂ. 40 કરોડની થાપણ, રૂ. 6 કરોડની શેર કેપીટલ અને રૂ. 7થી8   કરોડની સરપ્લસ સાથે મંડળીએ અનેક મહિલાઓના જીવનમાં રોનક લાવી છે. તેમની સમસ્યાઓને સાંભળીને કોઈ પણ પ્રકારના ફોર્મ ચાર્જ લીધા વિના, આંટીઘુંટી ભર્યા નિયમો વિના બહુ સરળતાથી ન્યુનત્તમ વ્યાજના દરે પર્સનલ લોન આપવામાં આવે છે. કોરોના કાળમાં મંદ પડેલા રોજગાર-ધંધાને ફરી ઉભા કરવા રાજયસરકારે આત્મનિર્ભર લોન જાહેર કરી હતી. જે અંતર્ગત અમારી મંડળીએ આશરે 46 મહિલાઓને 2 ટકાના વ્યાજે રૂપિયા 1 લાખની લોન આપી હતી.

રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર વિશાલ કપુરીયાએ ઝાંસી મહિલા શરાફી મંડળીને સ્ત્રી સશક્તિકરણનું સચોટ ઉદાહરણ દર્શાવતા કહ્યું હતું કે,  હાલના તબક્કે સહકાર ક્ષેત્રે મહિલાઓની સહભાગિતામાં વધારો કરવા માટે ઝાંસી મહિલા શરાફી મંડળી જેવી સંસ્થાઓ મહત્વની ભુમિકા અદા કરી રહી છે. સહકારથી સમૃધ્ધિના આયામ સર કરતી આ મંડળી મહિલાઓને આત્મનિર્ભર તો બનાવી જ રહી છે સાથો સાથ અન્ય સંસ્થાઓ અને સહકાર ક્ષેત્રે સહભાગિતા, મહિલા ઉત્થાન અને સ્ત્રી સશક્તિકરણ માટે દિશાસુચક છે.  

   મંડળી સાથે છેલ્લા સાત વર્ષથી એકાઉન્ટંટ તરીકે કામ કરતાં સજ્જનબેન રાઠોડે કાર્યાનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મંડળી પરિવારની ભાવના સાથે ચલાવવામાં આવે છે. અમને સરકારી કર્મચારીની જેમ ગ્રેચ્યુઈટી, ઈ.પી.એફ.,ઈ.એસ.આઈ.સી.,પગાર, બોનસ બધુ આપવામાં આવે છે. અહીની કામગીરી અમને રોજગારી સાથે અનેરા આત્મસંતોષની અનુભૂતિ કરાવે છે. આ મંડળી થકી અનેક મહિલાઓના જીવનમાં ખુશીઓનો સોનેરી પ્રકાશ ફેલાયો છે. હાઉસ વાઈફ અને નાનો મોટો વેપાર કરતી મહિલાઓ સરળતાથી પર્સનલ લોન મેળવીને આર્થિક રીતે પગભર થઈ છે. ૪૦ થી ૫૦ મહિલાઓની તો હું સાક્ષી છું કે  જેઓ વ્યવસ્થિત લોન ભરપાઈ કરીને આત્મનિર્ભર બની છે.

  મંડળીમાંથી પર્સનલ લોન લઈને પુત્રવધુને આર્થિક રીતે સ્વતંત્ર બનાવનાર શિલ્પાબેન ભટ્ટીએ કહ્યું હતું કે, હું છેલ્લા પાંચ વર્ષથી આ મંડળી સાથે જોડાયેલી છું. પર્સનલ લોન લઈને મેં ઘરનું રીનોવેશન કરાવ્યું, પુત્રવધુને  પાર્લરનો વ્યવસાય શરૂ કરાવીને જાતે કમાતી કરી. આ મંડળી ખરેખર મહિલાઓના ઉત્કર્ષ માટે ખુબ સારું કામ કરી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, સહકારની ભાવના અને મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી મંડળીનો સમગ્ર સ્ટાફ મહિલાઓનો જ છે. બોર્ડ મેમ્બરની 15 મહિલા સભ્યોથી લઈને એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર, આસીસ્ટન્ટ સોફટવેર ડેવલપમેન્ટ ઓફિસર, એકાઉન્ટન્ટ, કેશિયર, લોન ઓફિસર, રીકવરી ઓફિસર, રીકવરી કો-ઓર્ડીનેટર, કેરટેકર, પ્યુન વગેરે તમામ જગ્યાઓ મહિલાઓ જ દક્ષતાપૂર્વક સંભાળી રહી છે.

    રાજયસરકારેના સહકારી ક્ષેત્રના વિકાસ માટેના અનેક પરિણામલક્ષી પગલાઓને લીધે દૂધ ઉત્પાદકો અને ખેડુતો માટે સહકારી મંડળીઓ મહત્વની ભુમિકા ભજવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાની મહિલા શરાફી મંડળી "સહકારથી સમૃધ્ધિ"ના પરિમાણ પર ચાલીને ખરી રીતે અન્ય મંડળીઓ માટે આદર્શરૂપ બની રહી છે તેમાં બેમત નથી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget