Coronavirus Live Updates: છેલ્લા સપ્તાહમાં કોરોનાના નવા કેસ પહોંચ્યા 26 હજાર પાર, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બોલાવી બેઠક
કોરોનાના વધતા કેસોને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ થઇ દઇ છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક બેઠક બોલાવી છે
LIVE
Background
Coronavirus Live Updates: કોરોનાના વધતા કેસોને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ થઇ દઇ છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક બેઠક બોલાવી છે. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાન હાજર રહેશે. આ બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.
Coronavirus: દેશમાં કોરોનાથી 24 કલાકમાં 14 વ્યક્તિના મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 14 દર્દીઓના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક વધીને 5 લાખ 30 હજાર 943 થઈ ગયો છે. શુક્રવારે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 41 લાખ 85 હજાર 858 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાના વધતા જતાં કેસને લઇને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસને લઇને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે,
HBB 1.6 સબ વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળે છે. દેશમાં અને રાજ્યમાં કોરોના કેસોમા વધારો થઈ રહ્યો છે.હાલ 2141 એક્ટિવ કેસ રાજ્યમાં છે. 10 અને 11મી એપ્રિલે રાજ્યની કોરોના હોસ્પિટલોમાં મોક ડ્રિલ કરવામાં આવશે, તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના કેસો વધે તો પણ આરોગ્ય વિભાગ તૈયાર છે,ગયા અઠવાડિયા કરતા આ ચાલુ અઠવાડિયામા કોરોના કેસો ઘટયા છે એ રાહતના સમાચાર છે. વેકસીનની કેન્દ્ર પાસે માગણી કરાતા હલે , જલ્દી વેકસીન પણ મળી જશે
ગુજરાતમાં ફરી 300થી વધુ નવા કોરોના કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દૈનિક 300થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આજે ફરી છેલ્લા 24 કલાકમાં રાજ્યામાં કોરોનાના નવા 327 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દૈનિક 300થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આજે ફરી છેલ્લા 24 કલાકમાં રાજ્યામાં કોરોનાના નવા 327 કેસ સામે આવ્યા છે. જો કે, આજે 1 દર્દીનું મોત પણ થયું છે. સૌથી વધુ 98 કેસ અમદાવાદ જિલ્લામાં સામે આવ્યા છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં 37, રાજકોટ જિલ્લામાં 17 અને વડોદરા જિલ્લામાં 60 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં 24, મોરબી, વલસાડ જિલ્લામાં 12-12 અને પાટણ જિલ્લામાં 7 કોરોનાના કેસ નોંધાયા છે.
છેલ્લા અઠવાડિયામાં કોરોનાને કારણે મૃત્યુના કેસોમાં પણ ઝડપથી વધારો
છેલ્લા અઠવાડિયામાં કોરોનાને કારણે મૃત્યુના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાથી મૃત્યુઆંક 48 થયો છે. જે અગાઉના સાત દિવસમાં માત્ર 38 હતો. ગુરુવારે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર મહારાષ્ટ્રમાં બે, કર્ણાટકમાં બે, કેરળમાં એક અને પંજાબમાં એકના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
તેમણે કહ્યું કે કોરોનાના વધતા કેસો છતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા લોકોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. જો કે, સરકાર વતી રાજ્યોને એડવાઈઝરી જાહેર કરીને હોસ્પિટલોને કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.