![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Weather Forecast: શિયાળાએ નથી લીધી વિદાય, આ વિસ્તારમાં ફરી હાડ થીજાવતી ઠંડીનો હવામાન વિભાગનો અનુમાન
પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 9 અને 10 ફેબ્રુઆરીના રોજ સવારે ગાઢ ધુમ્મસની સંભાવના છે. આગામી 24 કલાકમાં હિમાચલ પ્રદેશ અને પંજાબના વિવિધ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે.8 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં જમીની વિસ્તારોમાં હિમ પડવાની સંભાવના છે.
![Weather Forecast: શિયાળાએ નથી લીધી વિદાય, આ વિસ્તારમાં ફરી હાડ થીજાવતી ઠંડીનો હવામાન વિભાગનો અનુમાન According to IMD severe cold wave is expected in these states of the country Weather Forecast: શિયાળાએ નથી લીધી વિદાય, આ વિસ્તારમાં ફરી હાડ થીજાવતી ઠંડીનો હવામાન વિભાગનો અનુમાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/07/610c80a944927b497d68ece0a9b32f34170731865280481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weather Forecast: ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદ બાદ ઠંડીથી રાહત મળી છે. દરમિયાન, હવામાન વિભાગે જણાવ્યું હતું કે દેશના કેટલાક ભાગોમાં હજુ પણ ઠંડીનું બીજુ મોજું ફરી વળવાની સંભાવના છે.
ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગની અગાહી અનુસાર આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે એટલે કે તાપમાનમાં મોટા કોઇ ફેરફારની શકયતા નથી રાજ્યમાં માત્ર ,1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શકયતા છે.
અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે અમુક વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.
આ સિવાય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 9 અને 10 ફેબ્રુઆરીના રોજ સવારે ગાઢ ધુમ્મસની સંભાવના છે. આગામી 24 કલાકમાં હિમાચલ પ્રદેશ અને પંજાબના વિવિધ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે.8 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં જમીની વિસ્તારોમાં હિમ પડવાની સંભાવના છે. IMD અનુસાર, 9 ફેબ્રુઆરી પછી દેશમાં ક્યાંય પણ ધુમ્મસ નહીં હોય. હિમાચલ પ્રદેશમાં આગામી 24 કલાકમાં કોલ્ડવેવની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી 24 કલાકમાં વરસાદ/બરફ પડવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં આસામ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને સિક્કિમના કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 8 ફેબ્રુઆરીએ દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોમાં 9 ફેબ્રુઆરીથી વરસાદ શરૂ થઈ શકે છે. 10 ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભના વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
IMD અનુસાર, 10 ફેબ્રુઆરીએ તેલંગાણા, ઓડિશા અને આંદામાન નિકોબારમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. 10 ફેબ્રુઆરીએ સમગ્ર ઉત્તરપૂર્વીય ક્ષેત્ર સૂકું રહેશે. 11 ફેબ્રુઆરીએ તેલંગાણા અને ઝારખંડના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)