શોધખોળ કરો
Gold Import Rules: સોનું ખરીદતા પહેલા ચેતજો! RBI ના આ કડક નિર્ણયથી વેપારીઓમાં ફફડાટ
મની લોન્ડરિંગ અટકાવવા રિઝર્વ બેંકે લાલ આંખ કરી છે. સોના-ચાંદીની આયાત માટે હવે 'એડવાન્સ પેમેન્ટ' નહીં ચાલે. 1 October થી નવા નિયમો લાગુ થશે, જેના કારણે આયાતકારોમાં ચિંતાનો માહોલ છે.
ભારતના ઝવેરી બજાર અને સોના-ચાંદીના વેપાર (Bullion Trade) સાથે સંકળાયેલા કારોબારીઓ માટે એક મોટા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુલિયન માર્કેટમાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિઓ અટકાવવા માટે આયાત નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આરબીઆઈના આ નિર્ણયને કારણે દેશભરના આયાતકારોમાં ફફડાટ ફેલાયો છે.
1/6

આરબીઆઈએ હવે સોના અને ચાંદીની આયાત માટે કરવામાં આવતા 'એડવાન્સ રેમિટન્સ' (Advance Remittance) એટલે કે આગોતરી ચૂકવણી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. આનો સીધો અર્થ એ છે કે વેપારીઓ હવે વિદેશથી સોનું મંગાવવા માટે માલ મળ્યા પહેલા પૈસા મોકલી શકશે નહીં. આ પગલાં પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મની લોન્ડરિંગ (Money Laundering) અને ભંડોળનો દુરુપયોગ અટકાવવાનો છે.
2/6

ભારતમાં ક્રૂડ ઓઈલ પછી સૌથી વધુ આયાત સોનાની થાય છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે ઘણીવાર આયાતના નામે વિદેશમાં મોટું ફંડ મોકલી દેવામાં આવે છે, પરંતુ તેના બદલામાં દેશમાં માલ (સોનું/ચાંદી) આવતો નથી. નુવામા ગ્રુપના નિષ્ણાત સજલ ગુપ્તાના મતે, જ્યારે એડવાન્સ પેમેન્ટ છતાં ધાતુની ડિલિવરી ન થાય, ત્યારે તે નાણાં શંકાસ્પદ પ્રવૃત્તિમાં વપરાયા હોવાની શક્યતા વધી જાય છે. RBI આ છટકબારી બંધ કરવા માંગે છે.
Published at : 17 Jan 2026 07:37 PM (IST)
આગળ જુઓ
Advertisement





















