Weather Update: દેશના આ રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
શનિવારે દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે 29 જુલાઈથી પૂર્વ ભારતમાં વરસાદની તીવ્રતા વધશે.દિલ્હી-NCRમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
![Weather Update: દેશના આ રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ According to the forecast of the Meteorological Department, there will be rain in these states including Delhi Weather Update: દેશના આ રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/55b135012b14d4e7ec58bf5a05a133f41690542475458397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weather Update: શનિવારે દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે 29 જુલાઈથી પૂર્વ ભારતમાં વરસાદની તીવ્રતા વધશે. મળતી માહિતી મુજબ, દિલ્હી-NCRમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન દિલ્હીનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાનો અંદાજ છે. જાણો અન્ય રાજ્યોને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી છે.
આ દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વી ઉત્તર પ્રદેશમાં 29 જુલાઈ (શનિવાર)ના રોજ વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં આજે વરસાદ પડી શકે છે
શનિવારે મધ્ય ભારતમાં વરસાદની સંભાવના છે. ઓડિશામાં 28 જુલાઈથી 31 જુલાઈ સુધીનો અંદાજ છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ 29 જુલાઈ અને ઝારખંડમાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે. બિહારમાં 30-31 જુલાઈ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે, 29 જુલાઈથી પૂર્વ ભારતમાં વરસાદની તીવ્રતા વધશે. મળતી માહિતી મુજબ, દિલ્હી-NCRમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન દિલ્હીનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાનો અંદાજ છે.
દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં 1 ઓગસ્ટ સુધી હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સાથે વિભાગે જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઝારખંડ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ઝારખંડના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે. શનિવારે ઉત્તર પશ્ચિમ ભાગમાં એટલે કે પલામુ, ગઢવા, ચતરા, કોડરમા, લાતેહાર અને લોહરદામાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 29 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી રાજ્ય માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
હિમાચલ પ્રદેશની વાત કરીએ તો શનિવારે રાજ્યના નીચલા અને મધ્યમ પહાડી જિલ્લાઓમાં મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે.હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગ (IMD)એ શનિવારે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના સ્થાનિક કાર્યાલયે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરની સંભાવના છે અને નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ પણ વધી શકે છે. હવામાન વિભાગે સોલન, શિમલા અને સિરમૌર જિલ્લામાં અચાનક પૂર માટે મધ્યમથી ઉચ્ચ જોખમની ચેતવણી જારી કરી છે. રાજ્યમાં 3 ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)