Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, લાંબા સમય બાદ પોઝિટિવ કેસનો આંક 100ને પાર પહોંચ્યો
Gujarat Corona Update: ઘણા લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 119 દર્દી નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 62 કેસ નોંધાયા છે.

Gujarat Corona Update: ઘણા લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 119 દર્દી નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 62 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 435 પર પહોંચી ગઈ છે. હાલમાં રાજ્યમાં 4 લોકો વેન્ટીલેટર છે અને 431 લોકો સ્ટેબલ છે. આજે કોરોનાને કારણે રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી.
અમદાવાદમાં કોરોનાના વધતા કેસ વચ્ચે રસીનો જથ્થો ખૂટી પડતા તંત્રમાં દોડધામ
રાજ્યમાં કોરોનાના વધતા કેસ મામલે અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરુ કરી છે. હાલમાં અમદાવાદના પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસ વધુ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાના વધતા કેસો વચ્ચે અમદાવાદ શહેરમાં વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો છે. કોવિશિલ્ડના જથ્થા માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરાઈ છે. કોવેક્સીનનો જથ્થો એકથી બે દિવસ ચાલે એટલો હોવાની સ્થિતિ ઉભી થવા પામી છે.
અમદાવાદમાં બે માસ બાદ ફરી વેકસીનનો જથ્થો ખૂટી પડ્યો છે. જાન્યુઆરી માસમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને રસી પૂરી પાડ્યા બાદ AMC ને 5 લાખ ડોઝ પુરા પાડવામાં આવ્યા હતા. પ્રથમ ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા 106% પહોચી છે. બીજો ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા 91% એ પહોચી છે. બુસ્ટર ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા 22 ટકાએ પહોંચી છે. AMC ના મત મુજબ બુસ્ટર ડોઝ લેવામાં નાગરિકોમાં ઉદાસીનતા જોવા મળી છે.
-પ્રથમ ડોઝ લેનાર 18 વર્ષથી ઉપરના નાગરિકોની સંખ્યા 51,61,603
-પ્રથમ ડોઝ લેનાર 15 થી 17 વર્ષના નાગરિકોની સંખ્યા 2,27,587
-બીજો ડોઝ લેનાર 18 વર્ષથી ઉપરના નાગરિકોની સંખ્યા 47,19,133
-બીજો ડોઝ લેનાર 15 થી 17 વર્ષના નાગરિકોની સંખ્યા 1,96,612
-બુસ્ટર ડોઝ લેનાર 18વર્ષથી ઉપરના નાગરિકોની સંખ્યા
અમદાવાદમાં હાલના કોરોના એક્ટિવ કેસનો આંકડો 178 ઉપર પહોંચ્યો છે. સૌથી વધુ 49 કે, પશ્ચિમ ઝોનમાં છે. AMC સંચાલિત હોસ્પિટલોમાં 7300 બેડ તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોની જરૂર ઉભી થાય તે માટે પણ સંચાલકોને જાણ કરવામાં આવી છે. શહેરમાં હાલ ત્રણ સંજીવની રથ કાર્યરત કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 18 માસનું બાળક કોરોના પોઝિટિવ આવ્યું છે. ઓક્સિજન, દવાનો જથ્થો અને સંસાધન પૂરતા માત્રામાં રાખવા સૂચના આપવામાં આવી છે.
ઝોન એક્ટિવ કેસ
પશ્ચિમ - 49
ઉત્તર પશ્ચિમ - 38
દક્ષિણ પશ્ચિમ- 33
પૂર્વ - 14
ઉત્તર - 12
મધ્ય - 09
દક્ષિણ. 23

