શોધખોળ કરો

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: 49 દોષિતોને કોર્ટે સજા સંભળાવી, 38ને ફાંસીની સજા

પ્રોસિક્યુશને દલીલ કરી હતી કે  આતંકી કૃત્ય છે, જે સાબિત થયું છે.  રેરેસ્ટ ઓફ રેર કેસ છે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.  એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાને લે. વળતર માટે પણ કોર્ટ હુકમ કરે.

અમદાવાદઃ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને આજે કોર્ટ દ્વારા સજાનું એલાન કરાયું છે.  38 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. આરોપી નંબર ૧થી  ૧૬, ૧૮, ૨૭, ૨૮, 31, 36, 37, 38, 39, 40, 42, 44, 45, 47, 49, 63, ૬૯, ૭૦, ૭૫, ૭૮ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 38 આરોપીને થયેલી ફાંસીની સજા બાદ કોર્ટનો બધો રેકોર્ડ હાઇકોર્ટ મોકલવા વિશેષ અદાલતનો આદેશ આપ્યો છે. 11 આરોપીને મૃત્યુ પર્યન્ત કેદની સજા સંભળાવવામાં આવી છે. મૃતકોને 1 લાખ, ગમભીર ઇજા પામેલાઓને 50 હજાર, ઓછી ઇજા પામેલા ઓ ને 25 હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો છે. IPC 302 અને  UAPA એક્ટ  હેઠળ સજા ફટકારવામાં આવી છે. 

પ્રોસિક્યુશને દલીલ કરી હતી કે  આતંકી કૃત્ય છે, જે સાબિત થયું છે.  રેરેસ્ટ ઓફ રેર કેસ છે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.  એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાને લે. વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, ઇજાઓ પામ્યા... એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાને લે.  વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. હત્યા, ષડયંત્ર, આતંકી કૃત્ય અને દેશ વિરુદ્ધનું યુદ્ધ પુરવાર થયું છે. આરોપીઓને મહત્તમ સજા થવી જોઈએ. આરોપીઓને કોઈ રહેમ ના આપવી જોઈએ.

બીજી તરફ બચાવ પક્ષની મુખ્ય દલીલો હતી કે, આરોપીઓને સુધારાનો અવકાશ. કોર્ટે સજા કરતા પહેલા આરોપીઓની સામાજિક અને પારિવારિક સ્થિતિ ધ્યાને લેવી જોઈએ. જેલ ડીસીપ્લીન એ મહત્તમ સજા માટેનું પાસું ના હોઈ શકે, પણ લઘુત્તમ સજા માટે કોર્ટે એ ધ્યાને લેવી જોઈએ. આરોપીઓની શૈક્ષણિક લાયકાત અને મેડિકલ કન્ડિશન પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.  આ રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી શકાય નહીં... આ પહેલા હત્યાઓ, તોફાનો અને બળાત્કારના કિસ્સાઓ પણ રેરેસ્ટ ઓફ રેર કેસ નહીં ગણી ને ઘણી કોર્ટોએ ઓછી સજા કરી છે, કોર્ટે એ ધ્યાને લેવું જોઈએ

દોષિતોને સજા મામલે કોર્ટમાં સુનાવણી શરૂ થઇ હતી.  આરોપીઓ વર્ચ્યુઅલ હિયરિંગમાં હાજર થયા હતા. 8 ફેબ્રુઆરીએ કોર્ટે 49 આરોપીઓને દોષિત અને 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં. 15 ફેબ્રુઆરીએ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાના મુદ્દે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ હતી. જેમાં વિશેષ અદાલતે બચાવ પક્ષના વકીલોની અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. હવે આ કેસમાં 49 દોષિતોને સજા સંભળાવી હતી.

નોંધનીય છે કે 6 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરના 20 જેટલા વિસ્તારમાં સિરિયલ બોંબ વિસ્ફોટ થયા હતા. જેમાં 56 લોકોના મૃત્યુ અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધાઈ હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં કુલ 99 આંતકવાદીને આરોપી ગણાવાયા હતા. જે પૈકી 82 જેટલા શખ્સની ધરપકડ કરાઈ હતી. જે બાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થયો હતો. જેમાં 49 આરોપીઓને દોષિત જાહેર કરાયા હતા. જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. 

કઈ કલમ અંતર્ગત કેટલી સજાની છે જોગવાઇ?

120 બી હેઠળ સજા... આજીવન કેદ
121 એ હેઠળ..10 વર્ષ
124 એ હેઠળ... આજીવન કેદ
307 હેઠળ...10 વર્ષ
326 હેઠળ..10 વર્ષ
435 હેઠળ... 7 વર્ષ 
UAPA એકટની કલમ 20 હેઠળ આજીવન કેદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
Embed widget