શોધખોળ કરો
Advertisement
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વધ્યો કોરોનાનો વ્યાપ, છેલ્લા 24 કલાકમાં નવા 28 કેસ
અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં પણ કોરોના વાયરસનો વ્યાપ વધી રહ્યો છે.
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં પણ કોરોના વાયરસનો વ્યાપ વધી રહ્યો છે.
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 28 કેસ નોંધાયા છે. જેમાં સાણંદમાં સૌથી વધુ નવ, બાવળામાં પાંચ, ધોળકામાં 6, દસક્રોઈમાં વધુ સાત અને વિરમગામમાં નવો એક કેસ નોંધાયો છે. અમદાવાદ ગ્રામ્યમાં વધુ ત્રણ દર્દીઓના મોત થયા છે. આ સાથે જ ગ્રામ્યમાં મૃત્યુઆંક 33 પર પહોંચ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ 488 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પૂર્વ અમદાવાદની સાથોસાથ પશ્ચિમ અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. 316માંથી સૌથી વધુ અમદાવાદ પશ્ચિમ ઝોનમાં 119 કેસ નોંધાયા છે. સૌથી વધુ પૂર્વ ઝોનમાં 74 કેસ બાદ પશ્ચિમ ઝોનમાં 62 કેસ નોંધાયા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ટેકનોલોજી
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion