Ahmedabad: ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ સમયે ખાલિસ્તાની ધમકી આપનાર 3ની ધરપકડ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ સમયે ખાલિસ્તાની ધમકી આપનાર ત્રણની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ સમયે ખાલિસ્તાની ધમકી આપનાર ત્રણની ધરપકડ કરવામાં આવી છે. એસીપી જે.એમ યાદવે કહ્યું ખાલિસ્તાની ધમકી આપવાને લઈ 9 માર્ચે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ઓડિયો મેસેજ મારફતે ધમકી અપાઇ હતી. તપાસ કરતા એમપીનું કનેક્શન સામે આવ્યું હતું. પોલીસે એમપીમાં તપાસ કરી 13 સીમ બોક્સ જપ્ત કર્યા હતા અને 3 નવા સીમ બોક્સ સાથે 3ની ધરપકડ કરી છે.
પાટણ અને વડોદરા જિલ્લાના ખેડૂતોને 330 કરોડના પેકેજનો લાભ આપવા CM ભૂપેંદ્ર પટેલનો મહત્વનો નિર્ણય
સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે પાટણ અને વડોદરા જિલ્લાના લાલ ડુંગળી બટાટા પકવતા ખેડૂતોને 330 કરોડના પેકેજનો લાભ આપવા મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે 330 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજ બાબતે પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે તેમજ વડોદરા જિલ્લા માટે દંડક બાલકૃષ્ણભાઇ શુકલ દ્વારા આ બંને જિલ્લાના બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને પણ આ પેકેજનો લાભ આપવા કરેલી રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પાટણ અને વડોદરા જિલ્લાના ખેડૂતોના હિતમાં બટાટા માટેની સહાય પેકેજ યોજનામાં આ બે જિલ્લાનો સમાવેશ કરવાનો ત્વરિત નિર્ણય કર્યો છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ એ.પી.એમ.સી.માં લાલ ડુંગળી વેચનાર ખેડૂતોને 1 કટ્ટા દિઠ 100 રૂપિયા એટલે કે 1 કિલોએ 2 રુપિયા અને લાભાર્થી દિઠ વધારેમાં વધારે 500 કટ્ટા (250 ક્વિન્ટલ) અથવા 50000 રૂપિયાની મર્યાદામાં આર્થિક સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત 70 કરોડ સહાય આપવામાં આવશે. લાલ ડુંગળીની નિકાસમાં સહાય આપવા મળેલ રજૂઆત અન્વયે અગાઉ અપાયેલ બટાટાની વાહતુક સહાયના ધોરણે લાલ ડુંગળી માટે વાહતુક સહાય યોજના માટે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી)માં નોંધાયેલ ખેડૂતો /વેપારીઓને લાલ ડુંગળી અન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય જાહેર કરવામાં આવી છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત 2 લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે 20 કરોડની સહાય જાહેર કરી છે તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું. ડુંગળી બટાટા પકવતા ખેડૂતોને 330 કરોડના પેકેજનો લાભ આપવા મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે નિર્ણય કર્યો છે.
બટાટાના વધુ ઉત્પાદનના પરિણામે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હતી. જે સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા રાજ્યની ખેડૂતહિતલક્ષી સંવેદનશીલ સરકારે ત્વરિત નિર્ણય લઇ કુલ 240 કરોડની સહાય જાહેર કરી છે. જેમાં ખેડૂતોની અલગ-અલગ પ્રકારે સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. બટાટાને અન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય અંતર્ગત ખેડૂતો/વેપારીઓને બટાટા અ ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં સહાય માટે પ્રાથમિક અંદાજિત 20 કરોડ રકમની સહાય કરવામાં આવશે તેમ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું.