શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિવાળી પહેલા અમદાવાદમાં વેપારીઓનો કરાયો કોરોના ટેસ્ટ, કેટલા વેપારીઓ નીકળ્યા પોઝિટિવ?
અમદાવાદમાં બે જ દિવસમાં અલગ અલગ ઝોનમાંથી 33 વેપારીઓ કોવિડ પોઝિટિવ નીકળ્યા છે. બે દિવસમાં 1631 વેપારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી દિવાળીને પગલે ઘરાકી નીકળી છે, ત્યારે અમદાવાદમાં દિવાળી પહેલા વેપારીઓને સુપરસ્પ્રેડર બનતા અટકાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બે જ દિવસમાં અલગ અલગ ઝોનમાંથી 33 વેપારીઓ કોવિડ પોઝિટિવ નીકળ્યા છે.
બે દિવસમાં 1631 વેપારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. વિસ્તાર પ્રમાણે કોરોના પોઝિટવ વેપારીઓની વાત કરીએ તો, પશ્ચિમ ઝોનમાં 251 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 6 પોઝિટિવ નીકળ્યા. મધ્ય ઝોનમાં 230 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 4 પોઝિટિવ નીકળ્યા. દક્ષિણ ઝોનમાં 210 વેપારીઓના કોવિડ ટેસ્ટ કરાયા , જેમાંથી 5 પોઝિટિવ નીકળ્યા.
પૂર્વ ઝોનમાં 220 કોવિડ ટેસ્ટ પૈકી 5 પોઝિટિવ નીકળ્યા હતા. જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 340 વેપારીઓના કોવિડ ટેસ્ટ કરાયા, જેમાંથી 7 પોઝિટિવ નીકળ્યા. આમ, કુલ 33 વેપારીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 290 વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા, જેમાં 6 પોઝિટિવ નીકળ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion