શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં યોજાનાર ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને આવ્યા મોટા સમાચાર, ઈતિહાસમાં પહેલીવાર બનશે આ ઘટના

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે, આ વખતે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા કંઈક અનોખી હશે

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે, આ વખતે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા કંઈક અનોખી હશે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટનું થ્રીડી મેપિગ કરાવવામાં આવશે. સમગ્ર રૂટ, રૂટ પર આવતા ધાબા વગેરે લોકેશનનું થ્રીડી મેપીંગ કરાશે. ઇતિહાસમાં પ્રથમ વખત રથયાત્રાનું ડોક્યુમેન્ટેશન કરાશે.

તમને જણાવી દઈએ કે, રથયાત્રા દરમિયાન રાજ્યની પોલીસનો સૌથી મોટો બંદોબસ્ત હોય છે. ખાનગી એજન્સી અથવા શૈક્ષણિક સંસ્થા પાસે ડોક્યુમેન્ટેશન કરાવાશે. મંગળવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી હતી. નોંધનીય છે કે, પુરીની જેમ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લેશે.

જો કોઇ હિન્દુ દીકરાનો કે સાધુ સંતનો વિરોધ કરશે તો જોયા જેવી થાશે

બાબા બાગેશ્વર મુદ્દે કરણી સેના મેદાનમાં આવી છે, છેલ્લા કેટલાક દિવસોથી બાબા બાગેશ્વરની દિવ્ય દરબારને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે કરણી સેનાએ ઝંપલાવ્યુ છે. કરણી સેનાએ બાબા બાગેશ્વરનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે, અને તેમની સુરક્ષામાં ખડે પગે રહેવાની રણનીતિ ગોઠવી છે.

રાજકોટમાં બાબા બાગેશ્વરને લઈને રાજપૂત કરણી સેના હવે મેદાનમાં આવી ગઇ છે. કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે કે, જો કોઈ હિન્દુના દીકરાનો કે સાધુ સંતનો વિરોધ કરશે તો જોયા જેવી થશે, આગામી 1લી અને 2જી જૂનના રોજ બાબા બાગેશ્વર રાજકોટ આવશે ત્યારે કરણી સેના ખડે પગે રહેશે. કરણી સેનાએ કહ્યું - અમે પણ સનાતન ધર્મમાં માનીએ છીએ, અને જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવામાં આવશે તો જોયા જેવી થશે. કરણી સેનાએ તેમના કાર્યક્રમને લઈને રણનીતિ ગોઠવી છે. તેમને કહ્યું કે, હિન્દુના દીકરાનો કોઈ વિરોધ કરશે તો જોયા જેવી થશે. 

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનાર પુરુષોત્તમ પીપળીયાને ધમકી મળવાની થઈ શરૂઆત

Bageshwar Sarkar : રાજકોટમાં બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનારા પુરુષોત્તમ પીપળીયાને ધમકી મળવાની શરૂઆત થઈ છે. અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઘરનું એડ્રેસ પૂછી ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા બાદ તેમણે કહ્યું, સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવામાં આવી રહી છે. અંધશ્રદ્ધા ન ફેલાય તે જ મારો ઉદ્દેશ છે, અત્યાર સુધીમાં પાંચથી છ વખત ધમકીભર્યા ફોન આવ્યા છે. બાબા મને સમય આપશે તો હું ચોક્કસ મળીશ, બાબા સનાતન ધર્મનો પ્રચાર કરે છે તેનો મારો વિરોધ નથી. સનાતન ધર્મના પ્રચાર માટે મંજૂરી મળવી જોઈએ, મારો વિરોધ સનાતન ધર્મનો નથી માત્ર ધતિંગનો છે. હું પોલીસ પ્રોટેક્શન નથી માંગતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Embed widget