(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: અમદાવાદમાં પોલીસકર્મીઓ જુગાર રમતા ઝડપાતાં ખળભળાટ
અમદાવાદ: શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે પોલીસ જુગારીઓને પકડી હોય છે પરંતુ અમદાવાદમાં પોલીસના જવાનો જ જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
અમદાવાદ: શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે પોલીસ જુગારીઓને પકડી હોય છે પરંતુ અમદાવાદમાં પોલીસના જવાનો જ જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સાબરમતી ડી કેબીન વિસ્તારમાં સ્ટેટ મોંનટરિંગ સેલએ દરોડા પાડ્યા હતા. જેમાં 12 જુગારીઓ ઝડપાયા હતા. આ 12 જુગારીઓમાંથી 4 પોલીસકર્મી પણ જુગાર રમતાં ઝડપાયા હતા.
1 પીએસઆઇ, 1 એ.એસ.આઈ, 1 હેડકોન્સ્ટેબલ એમ કુલ 4 જેટલા પોલીસ કર્મીઓ જુગાર રમતા ઝડપાયા હતા. ડી.જી વિજિલન્સ દ્વારા બાબુ દાઢીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ અગાઉ અનેક વખત બાબુ દાઢીના જુગારધામ પર રેડ પડી ચુકી હોવાની માહિતી સામે આવી છે. સ્ટેટ મોંનટરિંગ સેલના એસ.પી નિર્લિપ્ત રાય પણ હાજર હતા. આ ઝડપાયેલા પોલીસકર્મીઓમાં એક પીએસઆઇ ખેડાનો અને એક પોલીસકર્મી ક્રાઇમ બ્રાંચનો હોવાની વાત સામે આવી છે.
અમદાવાદમાં આ પરિવારે ઘેનની ગોળી ખાઈ કર્યો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ
અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા પરિવારે સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ઠક્કર પરિવારના ત્રણ સભ્યોએ બપોરે 2 કલાકે પોતાના ઘરે જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બેભાન હાલતમાં તમામ સભ્યોને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 54 વર્ષના પરાગ ઠક્કર, 50 વર્ષના વિધી ઠક્કર અને 30 વર્ષીય પુત્ર પલાશ ઠક્કરે ઘેનની ગોળી ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો .એલીજી હોસ્પિટલમાં ભરતી થયેલા ત્રણેય દર્દીઓ પૈકી માતા વિધિ ઠક્કર અને પુત્ર પલાશ ઠક્કરની હાલત સ્થિર હોવાનું સુપરિટેન્ડન્ટ ડો.લીના ડાભીએ જણાવ્યું છે. તો બીજી તરફ પરિવારના મોભી પરાગ ઠક્કરની હાલત નાજુક હોવાથી પરિવારના ત્રણેય સભ્યોને હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. જો કે આ પરિવારે આ પગલું કેમ ભર્યું તેની માહિતી સામે આવી નથી.
દેહવિક્રયનો ધંધો કરતી મહિલાની હત્યા
સુરત: શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા અમિષા ચારરસ્તા સ્થિત મંથન કોમ્પલેક્સમાં દેહવિક્રયનો ધંધો કરતી મહિલાની હત્યા કરી દેવાઇ હતી. મધરાત્રે પૈસાના મુદ્દે થયેલા ઝઘડામાં ઝપાઝપી બાદ ઉશ્કેરાયેલા પ્રેમીએ લાકડાના પાટિયા મારી લલનાને મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યાર બાદ પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. ગઈકાલે ગુરૂવારે સવારે અમિષા ચાર રસ્તા સ્થિત મંથન કોમ્પલેક્સમાં બીજા માળે રિનોવેટ થતી ઓફિસ નં.૨૦૯માંથી મહિલાની લાશ મળી આવી હતી.
મહિધરપુરા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો