શોધખોળ કરો

Ahmedabad : શેર બજારના નામે રોકાણનો કોલ આવે તો આવી ભૂલ કરતા નહીં, નહીતર......

અમદાવાદ સાઈબરક્રાઈમની ક્સ્ટીડીમાં રહેલા આ ૬ આરોપીઓ અમદાવાદના ગોતા ખાતે ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા. જે કોલસેન્ટરમા માસ્ટરમાઈન્ડ કરણસિંહ જાડેજા અને વિવેક પટેલ હતા, જેઓ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં રહી ને સોશિયલ મીડિયા થકી એક બીજા સાથે જોડાયા હતા. બાદમાં પોતાનુ કોલ સેન્ટર શરૂ કરી શેર બજારમાં રોકાણના નામે લાખો રૂપિયા પડાવતા હોવાનુ સામે આવ્યું છે.

Ahmedabad : શેર બજાર (Share Market)માં રોકણ કરાવી લોકો સાથે છેતરપીંડી આચરતા ૬ આરોપીઓની સાઈબર ક્રાઈમ(cyber crime)એ ધરપકડ કરી છે. આરોપીઓ છેલ્લા અઢી વર્ષથી અમદાવાદમાં કોલ સેન્ટર (call center) ચલાવી લોકો સાથે છેતરપીંડી કરતા હતા. સાઈબર ક્રાઈમની તપાસમાં આવા ૩ ભોગ બનનાર સામે આવ્યા છે જેના ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

અમદાવાદ સાઈબરક્રાઈમની ક્સ્ટીડીમાં રહેલા આ ૬ આરોપીઓ અમદાવાદના ગોતા ખાતે ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા. જે કોલસેન્ટરમા માસ્ટરમાઈન્ડ કરણસિંહ જાડેજા અને વિવેક પટેલ હતા, જેઓ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં રહી ને સોશિયલ મીડિયા થકી એક બીજા સાથે જોડાયા હતા. બાદમાં પોતાનુ કોલ સેન્ટર શરૂ કરી શેર બજારમાં રોકાણના નામે લાખો રૂપિયા પડાવતા હોવાનુ સામે આવ્યું છે. મુખ્ય આરોપી વિવેક પટેલ મુળ બનાસકાઠાનો રહેવાસી છે અને અમદાવાદમાં શેરબજારનો વ્યવસાય શીખ્યા બાદ કોલ સેન્ટરના રવાડે ચડ્યો હતો. 

ઝડપાયેલા ૬ આરોપીની તપાસ કરતા અનદાવાદના ૩ ભોગ બનનાર વેપારીઓ સામે આવ્યા છે જેમની પાસેથી શેર માર્કેટમાં રોકાણના બહાને ઉરાંત રોજ ૩૫ હજારનો નફો આપવાની ચાલચે રોકાણ કરાવ્યા હતા આરોપી ઓ પાસેથી પોલીસે ૩.૪૦ લાખ રોકડા કબજે કર્યા છે. ઉપરાંત આરોપી પાસેથી મળેલી લીડ અને ડેટા અન્ય કોઈ ગુનામાં ઉપયોગમાં લેવાયો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. 

લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાંથી કોલ સેન્ટર ઝડપાયુ છે, પરંતુ આરોપીની પુછપરછમા સામે આવ્યું કે તેઓ ગુજરાત સિવાય અન્ય રાજ્યોના લોકો સાથે છેતરપીંડી કરતા હતા, જેથી અમદાવાદ પોલીસ(Ahmedabad Police)ને આવા કોલ સેન્ટર અંગે કોઈ માહિતી ન હતી ત્યારે કોલસોન્ટરના ગુનામાં વધુ શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું.

Surat: માસ્ક નહીં પહેરો તો દંડ નહીં લેવાય ? મેયરની જાહેરાત પછી પોલીસ કમિશ્નરે શું કહ્યું ? જાણો મોટા સમાચાર  

સુરતઃ સુરતમાં નવાં ચૂંટાઈને આવેલાં મેયર હેમાલી બોઘાવાલાએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે પોલીસ દ્વારા લોકો પાસેથી માસ્કના નામે આડેધડ વસૂલવામાં આવતો દંડ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે સુરતના પોલીસ કમિશ્વર અજય તોમરે કહ્યું છે કે,  સુરત શહેરમાં કોઈ વ્યક્તિ માસ્ક નહીં પહેરશે તો દંડ થશે જ. રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમે પણ જણાવ્યુ હતું કે, આવો કોઈ જ નિર્ણય લેવાયો નથી અને માસ્ક નહીં પહેરવા બદલ દંડ માફ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

સુરતના પોલીસ કમિશ્વર અજય તોમરે કહ્યું છે કે, લોકોને પહેલાં માસ્ક પહેરવા અંગે જાગૃત કરાશે. પોલીસની સમજાવટ અને વિવિધ સંસ્થાઓને સાથે રાખીને હવે જનજગૃતિ અભિયાન ચલાવાશે. શહેરમાં સંસ્થાઓ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે તેથી માસ્ક નહી પહેરવા કોઈ કારણ નથી. સંપૂર્ણ પ્રયાસો છતાં કોઈ નાગરિક માસ્ક નહિ પહેરશે તો દંડ કરવું પડશે. તેમણે કહ્યું કે, બધાં લોકો માસ્ક પહેરશે તો દંડ કરવાની જરૂર રહેતી નથી. તમામ લોકોને અપીલ કે માસ્ક પહેરે અને સામાજિક અંતર રાખે અને સેનિટાઈઝર વાપરશે તો કોરોના નહિ થશે.

હેમાલી બોઘાવાલાએ  ગુરૂવારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે, સુરતમાં માસ્ક ન પહેરનાર લોકોનો દંડ  લેવામાં નહીં આવે. કોરોના કાળમાં માસ્ક નહીં પહેરનારને પાસેથી દંડ વસૂલવાની સત્તા પોલીસ પાસે છે અને આ અંગેનો આદેશ સુરત શહેરના પોલીસ કમિશ્નર બહાર પાડી ચૂક્યા છે. હેમાલી બોઘાવાલાએ પોલીસ કમિશ્નરથી પણ ઉપર હોય એ રીતે સુરતમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ  લેવામાં નહીં આવે એવી જાહેરાત કરી દીધી તેના ઘેરા પ્રત્યાઘાત પડતાં તેમણે ગુલાંટ લગાવવી પડી છે. હવે તેમણે જણાવ્યું છે કે, કાયદાકીય કાર્યવાહી થશે અને સુરતમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ  વસૂલ કરવામાં આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
Embed widget