શોધખોળ કરો
Advertisement
આણંદના આ ગામમાં આખા વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાતા વિવાદ, લોકોએ કેમ કર્યો હોબાળો?
આણંદ તાલુકાના કાસોર ગામમાં માત્ર એક જ પોઝિટિવ કેસ આવતાં આખા વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી સીલ કરી દેવાયો છે.
આણંદઃ કોરોનાના કહેર વચ્ચે આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. આણંદ તાલુકાના કાસોર ગામમાં માત્ર એક જ પોઝિટિવ કેસ આવતાં આખા વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી સીલ કરી દેવામાં આવ્યો છે. આખા વિસ્તારને સીલ કરી દીધા પછી જીવનજરૂરિયાતની વસ્તુ નહીં મળતા લોકોએ હોબાળો મચાવી દીધો હતો.
આ વિસ્તારના 60 પરિવારના 150 લોકોને હાલ શાકભાજી દૂધ સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સુવિધા નહીં અપતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકો દ્વારા કલેક્ટર /આરોગ્ય વિભાગને જાણ કરાઈ છતાં કોઈ સાંભળતું નહીં હોવાનો આક્ષેપ કરાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion