શોધખોળ કરો
Advertisement
અમદાવાદના પોશ વિસ્તારના કયા એપાર્ટમેન્ટમાં કોરોનાના 80 કેસ આવતાં ખળભળાટ?
શહેરના બોપલ વિસ્તારમાં આવેલા સફલ બિલ્ડિંગમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. સફલ-1માં 42 અને સફલ-2માં 38 મળી સફલ બિલ્ડિંગમાં 80 કેસ આવ્યા છે.
અમદાવાદઃ શહેરમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યો છે. ગઈ કાલે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 354 કેસ આવતાં હડકંપ મચી ગયો છે. ત્યારે અમદાવાદના પોશ વિસ્તારમાંથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના બોપલ વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટમાં કોરોનાના 80 કેસો આવતાં ખળભળાટ મચી ગયો છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના બોપલ વિસ્તારમાં આવેલા સફલ બિલ્ડિંગમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. સફલ-1માં 42 અને સફલ-2માં 38 મળી સફલ બિલ્ડિંગમાં 80 કેસ આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશને સફર પરિસર-1 અને 2 એમ બંને બિલ્ડીંગ સીલ કર્યા છે અને કન્ટેન્મેન્ટ ઝોનમાં લાવી દીધા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તો આખે આખા પરિવાર જ કોરોનાની ચપેટમાં આવી ગયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે ગુરુકુળ વિસ્તારની એક સોસાયટીમાં તો પાંચ પરિવારો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. પાંચ પરિવારની 20થી વધુ સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. શહેરના પાલડી વિસ્તારમાં પણ કેટલાક પરિવારો એવા છે, જ્યાં તમામ સભ્યોને ચેપ લાગ્યો હોય. આમ, આખે આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી જતાં હોવાની ઘટના બનતાં લોકોએ જાગૃત થવાની જરૂર છે. આવા જ સમાચાર સોલા ભાગવત અને થલતેજની કેટલીક સોસાયટીઓમાંથી પણ સામે આવ્યા છે.
શહેરમાં અનેક એવા પરિવારો પણ છે, જેમણે એક પરિવારમાંથી 3 સભ્યો કોરોના સંક્રમણમાં ગુમાવ્યા હોય. જૂનમાં જ્યારે કોરોના ચરમસીમાએ હતો ત્યારે આ સ્થિતિ વધુ જોવા મળતી હતી. જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હોય અને પરિવારના બાકીના સભ્યો સારવાર બાદ સાજા થયા હોય તેવા કિસ્સા જોવા મળ્યા હતા. અગાઉ દાણીલીમડામાં એક જ દિવસમાં એક સોસાયટીમાં 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાં મોટાભાગના સભ્ય એક જ પરિવારના હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement