શોધખોળ કરો

Ahemdabad News: શાળાથી ગૂમ થયેલ વિદ્યાર્થી કાળુપુર રેલેવેસ્ટેશન પર નાઇટ ડ્રેસમાં મળી આવ્યો

અમદાવાદની ઠક્કરનગરની રઘુવીર વિદ્યાવિહાર સ્કૂલમાંથી ગૂમ થયેલા બાળક કાળુપુર રેલવેસ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પરથી મળી આવ્યું હતું.જાણો શું છે અપડેટ્સ

Ahemdabad News:અમદાવાદની ઠક્કરનગરની રઘુવીર વિદ્યાવિહાર સ્કૂલમાંથી ગૂમ થયેલા બાળક કાળુપુર રેલવેસ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પરથી મળી આવ્યું હતું.જાણો શું છે અપડેટ્સ

 21 જાન્યુઆરીએ  અમદાવાદની ઠક્કરનગર રઘુવીર વિધાવિહાર સ્કૂલમાં 9માં ધોરણમાં  અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્કૂલથી ગૂમ થઇ ગયો હતો. આ વિદ્યાર્થી બાળક ગત રાત્રે 1 વાગ્યે  અમદાવાદના કાળુપુર રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ પરથી મળી આવ્યું છે. જો કે બાળક સ્કૂલથી નાસી ગયું ત્યારે યુનિફોર્મમાં હતુ અને પ્લેટફોર્મ પર રાત્રે જ્યારે મળી આવ્યું ત્યારે તે નાઇટ ડ્રેસમાં હતું. જેને લઇને પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. જો કે હજું સુધી બાળક કેમ નાસી ગયું હતું અને બાદ નાઇટ ડ્રેસ ક્યાંથી આવ્યો વગેરે સવાલો અંકબંધ છે. પોલીસ આ મુદ્દે બાળક સાથે પૂછપરછ કરીને તપાસ કરી રહી છે.

શાળાથી વિદ્યાર્થી ગૂમ થઇ જતાં વાલીનો હોબાળો

શહેરના ઠક્કર બાપા નગરની રઘુવીર સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને વિરોધ કરી રહ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રઘુવિર સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક ગુમ થતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. 24 કલાક બાળકની શોધખોળ બાદ વાલીઓ શાળાએ પુછપરછ માટે  પહોંચ્યા હતા. જો કે, શાળા દ્વારા યોગ્ય જવાબ ન આપતાં વાલીઓ ગુસ્સે ભરાયા હતા. હાલમાં મોટી સંખ્યામાં લોકો શાળાએ પહોંચી જતા વાતાવરણ તંગ બન્યું  હતું.

Ahmedabad: હિન્દુ યુવતીની વિધર્મી પ્રેમી સાથે મળી ગઈ આંખ, પ્રેમીને પામવા પતિની કરી એવી હાલત કે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

Ahmedabad News: અમદાવાદમાં લગ્નેત્તર સંબંધમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યા છે. શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ વિધર્મીને પ્રેમીને પામવા પતિનું જ કાસળ કાઢી નાંખ્યું હતું.

શું છે મામલો

ખોખરામાં હિન્દુ યુવતીએ વિધર્મી પ્રેમીને પામવા પતિની હત્યા કરી હતી.5 વર્ષથી યુવતિને વિધર્મી યુવક સાથે પ્રેમ હતો. આ માટે આરોપી પત્ની રાજકોટથી ઘઉંમાં મુકવાની ઝેરી દવા લાવી હતી. રાત્રે દોઢ વાગે પતિ રોહિત બાંમણિયાને સેલફોસ દવા પીવડાવી પતિનું ગળું દબાવી હત્યા કરી હતી. અનુરાધા બાંમણિયા અને પ્રેમી ઈંઝમામ ખ્યાર સામે હત્યાની ફરિયાદ નોંધી કરવામાં આવી હતી.
અમદાવાદઃ પરીણિતાને મુસ્લિમ યુવક સાથે બંધાયા સંંબધ, પતિ ફોનમાં બંનેના ફોટા જોઈ ગયો ને............

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરિણીતાએ પરપુરુષ સાથેના આડા સંબંધોમાં પતિની હત્યાનું કાવતરું રચીને હત્યાને અંજામ આપ્યો છે. પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું રચીને તેને મોતને ઘાટ ઉતારીને કૂવામાં ફેંકી દીધો હતો. અમરેલીમાં રહેતા ગોબરભાઇ પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો નાનો દીકરો મહેશ ઉર્ફ મયૂર છેલ્લા કેટલાક દિવસથી ગુમ છે. પોલીસે તેની પત્ની અને તેની મિત્ર સહિત પ્રેમીની પૂછપરછ કરતા મહેશની હત્યાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે પત્ની મીરા, તેના પ્રેમી અનશ અને તેની બહેનપણી ખુશી સતવારાને ઝડપી પાડી હતી.

ગોબરભાઇએ જણાવ્યું હતું કે તેઓ ખેતી કામ કરે છે. સંતાનમાં બે દીકરા અને દીકરી છે. જેમાં નાનો દીકરો મહેશ ઉર્ફે મયુરના લગ્ન આઠ વર્ષ પહેલાં મિરલ ઉર્ફે મીરા સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. છેલ્લા એકાદ વર્ષથી તેઓનો દીકરો કામ ધંધા માટે અમદાવાદ ખાતે તેના સસરાના ઘરે રહેતો હતો અને રીક્ષા ડ્રાઇવિંગ કરતો હતો.

2 જાન્યુઆરી 2023ના રોજ મહેશ ઉર્ફે મયુરે પિતાને જણાવ્યું હતું કે, તેની પત્નીના અનશ સાથે અનૈતિક સંબંધ છે અને આ સંબંધે મેં સવાલ કરતા મારી પત્ની મિરલ તથા તેની બહેનપણી ખુશી તથા અનસ ઉર્ફે ઉર્ફે લાલો મનસૂરીએ તેને રાજસ્થાન ખાતે ધમકાવી દીધો હતો. આ સંબંધોની વાત બીજા કોઈ સગા-સંબંધીઓને કરીશ તો તને જાનથી મરાવી નાખીશ તે પ્રકારની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.

ગોબરભાઇએ કહ્યું હતું કે મેં પુત્રવધૂ મીરાને મારી દીકરી કરતાં પણ સવાઇ રાખી હતી. તો પણ એણે આવું કર્યું? મારો છોકરો મહેશ ભોળો હતો. તેઓ મારા છોકરાને વિધર્મી બનાવવા માંગતા હતા. ગોબરભાઈ કહે છે કે મહેશને ફોનમાં બધું જોતાં આવડતું. એણે ચેક કર્યું તો ફોનમાં પુત્રવધૂ મીરા અને અનશ મનસૂરીના સાથે ફોટા હતા. હું મહેશને કહેતો કે પુત્રવધૂ મીરા દબાવતી હોય તો તું ગામડે આવતો રહે. જેથી 5મી તારીખે મહેશે મને ફોન કરીને કહ્યું કે હું સામાન ભરું છું. તમે ટ્રેક્ટર લઈને સવારે આવીને લઈ જજો.

નિકોલ પોલીસ સ્ટેશનના પી આઈ અને તપાસ અધિકારી કેડી જાટે કહ્યું કે આરોપી અનસ અને મહેશની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ બંનેની મિત્ર ખુશીએ અનસને ચઢાવ્યો કે તું ગમે તેમ કરીને આનો નિકાલ કરી દે. 5 તારીખે અનસ મહેશને ઘરે લઇ ગયો હતો. એના ઘરની પાછળ આવેલા ખેતરમાં બંને બેઠા. ત્યાં અનસે પાછળથી તેને પકડીને છરી મારી દીધી હતી. અનસે ખેંચીને મહેશનો મૃતદેહ કૂવામાં નાખી દીધો.

પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે અનસ છૂટક ડ્રાઇવિંગ કરતો હતો. મીરા-અનસના પ્રેમસંબંધને એક મહિના જેટલો સમય થયો હતો. ખુશી અને અનસ છેલ્લાં 4 વર્ષથી મિત્ર હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: કમિન્સે લખનૌને મોટો ઝટકો આપ્યો હતો, પૂરન 70 રન બનાવીને આઉટ થયો
SRH vs LSG live score: કમિન્સે લખનૌને મોટો ઝટકો આપ્યો હતો, પૂરન 70 રન બનાવીને આઉટ થયો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યાSwaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: કમિન્સે લખનૌને મોટો ઝટકો આપ્યો હતો, પૂરન 70 રન બનાવીને આઉટ થયો
SRH vs LSG live score: કમિન્સે લખનૌને મોટો ઝટકો આપ્યો હતો, પૂરન 70 રન બનાવીને આઉટ થયો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Embed widget