શોધખોળ કરો

Ahmedabad : પતિના મોત પછી યુવતીને હોમગાર્ડ સાથે બંધાયા શરીર સંબંધ, પ્રેમીએ બીજી યુવતી સાથે પણ બાંધ્યા શરીર સંબંધ ને.....

પ્રેમિકાની હત્યા કરનારા હોમગાર્ડ જવાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. પ્રેમિકાની હત્યા કરીને આરોપીએ રિવરફ્રન્ટમાં મૃતદેહ ફેંક્યો હતો. અમદાવાદમાં ફરી એક વખત અનૈતિક સંબંધમાં હત્યાનો ખુલાસો થયો છે.

અમદાવાદઃ રિવરફ્રન્ટ પર બે મહિના પહેલા થયેલી યુવતીની હત્યા કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતીની હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ તેના જ પ્રેમીએ ધડાકો થયો છે. પ્રેમીના અન્ય યુવતી સાથે પ્રેમસંબંધની જાણ થતાં બંને વચ્ચે મગજ મારી થઈ હતી. એટલું જ નહીં, યુવતીએ પ્રેમીને સંબંધ રાખવા દબાણ કર્યું હતું. તેમજ પ્રેમસંબંધ ન રાખે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જોકે, આ પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ આવ્યો હતો અને પ્રેમીએ પ્રેમિકાની ક્રુરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. 
 
પ્રેમિકાની હત્યા કરનારા હોમગાર્ડ જવાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. પ્રેમિકાની હત્યા કરીને આરોપીએ રિવરફ્રન્ટમાં મૃતદેહ ફેંક્યો હતો. અમદાવાદમાં ફરી એક વખત અનૈતિક સંબંધમાં હત્યાનો ખુલાસો થયો છે. બે માસ પહેલા રિવરફ્રન્ટમાં હત્યા કરેલી હાલતમાં મળેલી મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. 

આરોપી હિતેષ શ્રીમાણીએ પોતાની પ્રેમિકા મનીષા ચૌધરીની હત્યા કરીને મૃતદેહ રિવરફ્રન્ટમાં ફેંકી દીધો હતો. પ્રેમિકા તેની સાથે સબંધ રાખવા દબાણ કરતી હતી અને જો સંબંધ નહિ રાખે તો દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી અને રૂ 10 લાખની માંગણી કરતી હતી. જેથી કંટાળીને આરોપીએ પ્રેમિકાનું કાસળ કાઢવાનું ષડ્યંત્ર રચ્યું અને પ્રેમિકાને એક્ટિવા પર રીવરફ્રન્ટ ફરવા જવાનું કહીને પથ્થરથી માથું છુદીને હત્યા કરી હતી.

પકડાયેલો આરોપી હિતેષ શ્રીમાણી હોમગાર્ડમાં ફરજ બજાવે છે અને શાહપુરમાં ગાજ બટનની દુકાન ચલાવે છે. આ દુકાનમાં મનીષા ચૌધરી નોકરી કરતી હતી. મનીષાના પતિ હિતેન્દ્ર ચૌધરીના મોત બાદ તેને હિતેષ સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા 5 વર્ષથી બંને વચ્ચે સબંધ ચાલતો હતો. હિતેષ પરણિત હોવા છતાં મનીષા સાથે સંબંધ રાખતો હોવાથી તેની પત્ની અને મનીષા વચ્ચે ઝઘડા ચાલતા હતા. 

આ દરમિયાન હિતેષે અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ શરૂ કર્યો, જેની જાણ મનીષા ને થતા બન્ને વચ્ચે ઉગ્ર તકરાર થઈ અને મનીષાએ ધમકી આપતા આરોપીએ હત્યા કરી નાંખી હતી.  ત્રિકોણીય પ્રેમ સંબંધ અને અનૈતિક સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. હોમગાર્ડ જવાનને 3 સ્ત્રીઓ સાથે સબંધ રાખવો ભારે પડ્યો અને હત્યા કેસમાં જેલ હવાલે થયો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભગવાન જગન્નાથજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભગવાન જગન્નાથજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
Ahmedabad jajnnath Mandir History : અમદાવાદના જગન્નાથ મંદિરના નિર્માણ પાછળ છે આસ્થાભરી ગાથા, જાણો મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ
Ahmedabad jajnnath Mandir History : અમદાવાદના જગન્નાથ મંદિરના નિર્માણ પાછળ છે આસ્થાભરી ગાથા, જાણો મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ
Rain Forecast: રથયાત્રા પર થશે અમીછાંટણાં, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે અમદાવાદમાં વરસાદની સંભાવના
Rain Forecast: રથયાત્રા પર થશે અમીછાંટણાં, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે અમદાવાદમાં વરસાદની સંભાવના
અમદાવાદના નાથ નગરચર્યાએ: 18 ગજરાજ, 101 ટ્રક અને અભેદ્ય સુરક્ષા વચ્ચે ભાઈ-બહેન સાથે રથમાં બિરાજ્યા કાળિયા ઠાકોર
અમદાવાદના નાથ નગરચર્યાએ: 18 ગજરાજ, 101 ટ્રક અને અભેદ્ય સુરક્ષા વચ્ચે ભાઈ-બહેન સાથે રથમાં બિરાજ્યા કાળિયા ઠાકોર

વિડિઓઝ

Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
Embed widget