શોધખોળ કરો

Ahmedabad News: AMCની આજથી ઢોર નિયંત્રણ પોલિસી લાગુ, રજિસ્ટ્રેશન વગરના ઢોરને ડબ્બે પુરાશે

અમદાવાદમાં આજથી નવી ઢોર નિયંત્રણ પોલિસી અમલી બનશે. નવી ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી માટે મહાપાલિકાએ 90 દિવસનો સમય આપ્યો હતો

અમદાવાદમાં આજથી નવી ઢોર નિયંત્રણ પોલિસી અમલી બનશે. નવી ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી માટે મહાપાલિકાએ 90 દિવસનો સમય આપ્યો હતો જે પૂર્ણ થતા નવી પોલિસી અમલમાં મૂકાશે. નવી પોલિસી અમલમાં આવતા જ હવે રજિસ્ટ્રેશન વગરના ઢોરને પકડીને મહાનગરપાલિકા ડબ્બામાં પુરશે. એટલું જ નહીં નોંધણી વગરના પશુઓને શહેરની હદમાંથી બહાર કાઢી મુકવામાં આવશે.

નવી પોલિસીનો શરૂઆતમાં વિરોધ થતા મહાપાલિકાએ 90 દિવસનો સમય આપ્યો હતો.  આ દરમિયાન 1090 પશુ માલિકે લાયસન્સ માટે અરજી કરી છે.  જે પૈકી 123 પશુ માલિકોની અરજી મંજૂર કરાઈ છે. જ્યારે 390 અરજી રદ કરવામાં આવી છે.  તો અત્યાર સુધીમાં પશુઓના રજિસ્ટ્રેશન માટે 1148 અરજીઓ મળી અને 7 હજાર 742 પશુઓના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.  તો 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધીમાં 8 હજાર 121 પશુઓ પકડવામાં આવ્યા હતા  જ્યારે 209 પશુ માલિક સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે તો 90 દિવસમાં 28 હજાર 700 કિલો ઘાસચારો AMCએ જપ્ત કર્યો હતો.  

ત્રણ વર્ષની લાયસન્સ ફી બે હજાર

નવી ઢોર પોલિસી અનુસાર, ઢોર રાખનાર વ્યકિત કે સંસ્થાએ ફરજિયાત લાયસન્સ લેવાનું રહેશે. પાંજરાપોળ, ગૌશાળા, માન્ય સંસ્થાઓએ પણ લાયસન્સ અને પરમીટ લેવી પડશે.  લાયસન્સ અને પરમીટમાં દર્શાવેલી સંખ્યાથી વધુ ઢોર હશે તો દંડ ફટાકરવામાં આવશે. ત્રણ વર્ષની લાયસન્સ ફી બે હજાર અને પરમીટ ફી 500 રૂપિયા છે.  દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રિન્યુ કરાવવાની રહેશે. પોલિસી જાહેર થયાના બે મહિનામાં RFID ટેગ લગાવવો પડશે. RFID ટેગ ન લાગેલો હોય તો પશુ દીઠ 200 રૂપિયા ચાર્જ મનપા વસૂલશે. 4 મહિનામાં ટેગ નહીં લગાવાય તો ઢોરને ડબ્બે પુરવામાં આવશે અને ઢોર માલિક સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરાશે.                          

માલધારીઓ કરી રહ્યા છે વિરોધ

 જોકે AMCની આ જોગવાઈ સામે માલધારીઓ વિરોધ કરી રહ્યા છે. માલધારી એકતા સમિતિનું કહેવું છે કે AMCએ જે નવી પોલિસી લાગુ કરવા માટેની જોગવાઈઓ જે નક્કી કરી છે, તેમાં ઢોર રાખવા માટે લાયસન્સ લેવા સહિતની જે જોગવાઈઓ મૂકવામાં આવી છે. આ રીતે સરકાર કાયદાની આંટીઘૂંટીઓ કરવાની જગ્યાએ રાજ્યમાં આવેલાં મહાનગરોથી 30 કિલોમીટર દૂર માલધારી વસાહતો ઊભી કરવામાં આવે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget