Ahmedabad: અમદાવાદ પોલીસે બોલાવ્યો સપાટો, ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરનારને ફટકાર્યો લાખોનો દંડ
અમદાવાદ: શહેરમાં ટ્રાફિક અને રસ્તાને અનેક ફરિયાદો આવતી રહે છે. આ મામલે ઘણીવાર હાઈકોર્ટે પણ તંત્રને ટકોર કરી છે. શહેરમાં રખડતા ઢોર અને ટ્રાફિકને લઈને લોકોને ભારે પરેશાનીનો ભોગ બનવું પડે છે.
અમદાવાદ: શહેરમાં ટ્રાફિક અને રસ્તાને અનેક ફરિયાદો આવતી રહે છે. આ મામલે ઘણીવાર હાઈકોર્ટે પણ તંત્રને ટકોર કરી છે. શહેરમાં રખડતા ઢોર અને ટ્રાફિકને લઈને લોકોને ભારે પરેશાનીનો ભોગ બનવું પડે છે. હવે આ મામલે તંત્રએ પોતાની આળસ ખંખેરી કામગીરી કરી છે. આ અંગે એક રિપોર્ટ પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. પોલીસે કરેલી વિવિધ કામગીરીની વિગતો હાઇકોર્ટના ધ્યાને મુકાઈ છે. તારીખ ૨૫-૦૭-૨૦૨૩ થી ૦૭-૦૮-૨૦૨૩ સુધીની વિગતો કોર્ટના ધ્યાને મુકવામાં આવી છે. વાહન ટોઈંગ માટે હાલ 16 ટોઈંગ વન ઉપલબ્ધ છે. 2 વ્હીલર ટોઇંગ માટે વધુ 14 ક્રેન ભાડે લેવાશે. 4 વ્હીલર માટે વધુ 6 ક્રેન ભાડે લેવાશે.
1. સીટબેલ્ટના કેસોની વિગત
કેસની સંખ્યા - 1597, દંડની રકમ - 8,06,000
2. ખોટી લેનનો ઉપયોગ અંગેના કેસોની વિગત
કેસની સંખ્યા - 166, દંડની રકમ - 2,79,200
3. હેલ્મેટ અંગેના કેસો ની વિગત
કેસની સંખ્યા - 424, દંડની રકમ - 2,20,100
4. ત્રણ સવારી અંગેના કેસોની વિગત
કેસની સંખ્યા - 102, દંડની રકમ - 10,700
5. ફ્રી લેફ્ટ અંગેના કેસોની વિગત
કેસની સંખ્યા - 22, દંડની રકમ - 11,000
6. નો-પાર્કિંગ અંગેના કેસોની વિગત
કેસની સંખ્યા - 3506, દંડની રકમ - 18,30,000
7. બીઆરટીએસ લેનમાં ડ્રાઇવિંગ અંગેના કેસોની વિગત
કેસની સંખ્યા - 6, દંડની રકમ - 6000
8. ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ અંગેના કેસોની વિગત
કેસની સંખ્યા - 250, દંડની રકમ - 1,30,600
9. ઓટોરિક્ષા ડ્રાઇવર સીટ ઉપર મુસાફરો બેસાડવા અંગેના કેસોની વિગત
કેસની સંખ્યા - 60, દંડની રકમ - 29,200
10. ભારે વાહનના જાહેરનામા ભંગ અંગેના કેસોની વિગત
કેસની સંખ્યા - 127, દંડની રકમ - 3,28,500
11. ફેન્સી નંબર પ્લેટ અંગેના કેસોની વિગત
કેસની સંખ્યા - 1792, દંડની રકમ - 7,16,700
12. ડાર્ક ફિલ્મ અંગેના કેસોની વિગત
કેસની સંખ્યા - 359, દંડની રકમ - 1,86,500
13. ઓવરસ્પીડ અંગેના કેસોની વિગત
કેસની સંખ્યા - 4, દંડની રકમ - 5,500
14. ખતરનાક ડ્રાઇવિંગ અંગેના કેસનો વિગત (રોંગ સાઇડ)
કેસની સંખ્યા - 1254, દંડની રકમ - 28,54,500
અમદાવાદમાં 23 જગ્યા ટાયર કિલર્સ લગાવશે
હેબતપુર ઓવરબ્રિજ, સોલા બ્રિજ નીચે, કારગીલ ચાર રસ્તા, સોલા સિવિલ, ભાગવત ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, ઉજાલા સર્કલ, સાણંદ સર્કલ, વાય એમ સી એ ક્લબ, પ્રહલાદ નગર ચાર રસ્તા, કર્ણાવતી ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, પકવાન પાસે આવેલા બંને બ્રિજના છેડે, ગુરુદ્વારા ચાર રસ્તા, કર્ણમુક્તેશ્વર મહાદેવ (એરપોર્ટ), સુતરના કારખાના ત્રણ રસ્તા, નાના ચિલોડા બ્રિજના દક્ષિણ છેડે, શાસ્ત્રી પેટ્રોલ પંપની બાજુમાં બહુમાળી મુખ્યમંત્રી ગૃહ યોજના ચાર રસ્તા, ચાણક્યપુરી બ્રિજ અને પ્રભાત ચોક, જજીસ બંગલો ચાર રસ્તા, શ્યામલ બ્રીજ, કારગીલ ચાર રસ્તા પાસેથી પસાર થતા બ્રિજની નીચે બંને બાજુ.
અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો તમારું ટાયર ફાટશે તે નક્કી
અમદાવાદમાં ટ્રાફિકના પ્રશ્નો દિવસને દિવસે વધી રહ્યા છે. જેને લઈને હાઈકોર્ટે પણ લાલઆંખ કરી હતી. હાઇકોર્ટની ફટકાર બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે.
અમદાવાદ: શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો દિવસને દિવસે વધી રહ્યા છે. જેને લઈને હાઈકોર્ટે પણ લાલઆંખ કરી હતી. હાઇકોર્ટની ફટકાર બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે.
હવે રોંગ સાઈડ પર વાહન ચલાવનારા વાહનચાલકોની ખેર નહી રહે.
જો હવે અમદાવાદાં રોંગ સાઈડ પર વાહન ચલાવ્યું તો વાહનનું ટાયર ફાટવાનું નક્કી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગના સંકલનમાં રસ્તા પર ફીટીંગ થઈ રહ્યું છે.
રોંગ સાઈડ પરથી આવતા વાહનોના ટાયર ફાટી જાય તે પ્રકારના સંસાધનો ઇન્સ્ટોલ થઈ રહ્યા છે.
આ ઉપરાંત આડેધડ પાર્કિંગ કરતા પહેલા પણ તમારે સો વાર વિચારવું પડશે.
જો અમદાવાદામં આડેધડ પાર્કિંગ કર્યું તો તમારી ગાડી લોક થઈ જશે .
ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને એએમસીએ પાર્કિંગ ડ્રાઈવ યોજી છે. હાઇકોર્ટની ફટકાર બાદ હવે પ્રશાસન પણ એક્શન મોડમાં આવી ગયું છે. ટ્રાફિક પોલીસની જેમ હવે એએમસીના અધિકારીઓ પણ ગાડીને લોક કરશે.