Ahmedabad : પત્નીએ પતિની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
સોલા વિસ્તારમાં પત્નીએ પતિની હત્યાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ઘઈ છે. પતિની છરી મારી હત્યા કરી નાંખવામાં આવી છે. પતિ દરોજ પત્નીને માર મારતો હોવાનો આક્ષેપ.
અમદાવાદઃ સોલા વિસ્તારમાં પત્નીએ પતિની હત્યાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ઘઈ છે. પતિની છરી મારી હત્યા કરી નાંખવામાં આવી છે. પતિ દરોજ પત્નીને માર મારતો હોવાનો આક્ષેપ. ગત રાત્રીના પતિ બાળકને માર મારતો હતો. બાળકને છોડાવવામાં પત્નીને પતિને છરી મારી દીધી હતી. ચાંદલોડિયાની જય અદિતી સોસાયટીની ઘટના છે.
Porbandar : દરિયામાં ન્હાવા પડેલો પરિવાર તણાયો, બાળકના મોતથી માતમ
પોરબંદરઃ પોરબંદરના કુછડી ગામે દરિયામાં બાળક તણાવાની ઘટનામાં બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. ગઈ કાલે કુછડીના દરિયામાં એક પરિવાર તણાયો હતો. જેમાં 5 સભ્યોનો બચાવ થયો હતો, જ્યારે 9 વર્ષનો બાળક ગરકાવ થયો હતો. દરિયામાં ગરક થયેલા ધ્રુવ ત્રિવેદી નામના બાળકનો 15 કલાકે મૃતદેહ મળ્યો છે. કુછડી નજીકના દરિયા કિનારેથી રાત્રી ના 2:30 કલાકે મૃતદેહ મળ્યો. પરિવારજનોમાં ભારે આક્રંદ છે.
ઉત્તર ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતાનું નિધન, અંતિમ યાત્રામાં ઉમટી પડ્યા કાર્યકરો-સામાજિક આગેવાનો
બનાસકાંઠાઃ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય મગનસિહજી વાઘેલાની આજે અંતિમ યાત્રા નીકળી હતી. માજી ધારાસભ્યના નિધનથી કાંકરેજ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શોકની લાગણી પ્રસરી. ગઈકાલે રાત્રે હૃદય રોગના હુમલાથી નિધન થયુ હતું. કાંકરેજ તાલુકામાં ભાજપ પક્ષમાંથી ૧૯૯૮માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અંતિમયાત્રામાં સમાજના આગેવાનો, રાજકિય નેતાઓ સહિત અંતિમયાત્રામાં જોડાયા હતા. પૂર્વ ધારાસભ્યના નિધનથી કાંકરેજ તાલુકા રાજપૂત સમાજમાં સૌથી મોટી ખોટ પડી.
Dahod : ખરોદા ગામે બે બાળકીની તળવામાં ડૂબી જતાં મોત, આખા ગામમાં માતમ
દાહોદઃ ખરોદા ગામે તળાવમાં ડૂબી જવાથી 2 બાળકીના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખરોદાના ગામતળ ફળિયાના સિંચાઈ તળાવમા 4 બાળકી અને 1 બાળક ન્હાવા ગયા હતા. 2 બાળકી અને 1 બાળકનો આબાદ બચાવ થયો છે. 9 વર્ષ અને 10 વર્ષની બાળકીનું મોત થયું છે. ગ્રામજનોની મદદથી મૃતદેહને બહાર કાઢ્યા. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદ લઇ જવાયા. દુઘટનાને લઈ વિસ્તારમાં ગમગમી છવાઈ.