Ahmedabad : કંડક્ટર યુવતી સાથે છેડતીની ઘટના, કોની સામે થઈ ફરિયાદ?
બાવળામાં એસટી વિભાગમાં મહિલા કંડકટરની છેડતીની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. ટ્રાફિક શાખાના ઉચ્ચ અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલા કંડક્ટર પાસે અશ્લીલ માંગણીઓ કરવામાં આવતી હતી.
અમદાવાદઃ બાવળામાં એસટી વિભાગમાં મહિલા કંડકટરની છેડતીની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. ટ્રાફિક શાખાના ઉચ્ચ અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલા કંડક્ટર પાસે અશ્લીલ માંગણીઓ કરવામાં આવતી હતી. ડેપો મેનેજરને રજૂઆત છતા ઉકેલ ન આવતા ફરિયાદ કરવામાં આવી છે.
બાવળા પોલીસ સ્ટેશનમાં બાળકી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ટ્યુશન ક્લાસના શિક્ષકે અડપલાં કરી દુષ્કર્મ આચાર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ૧૦ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો છે. ડાહ્યાભાઈ ઠાકોર નામના શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ ભોગ બનનારના ભાઈને જાન થી મારી નાખવાની ધમકી આપી.
સુરેંદ્રનગરમાં ચોટીલા તાલુકાના શેખલીયા ગામે ઓગણિસ વર્ષની મંદબુદ્ધિની યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. યુવતીનું પેટ મોટું થઈ જતાં દવાખાને તપાસ કરાવતા ૮ મહિનાનો ગર્ભ હોવાની વિગતો બહાર આવી છે. યુવતીને ગામના જ ત્રણ શખ્સો નાસ્તો આપવાની લાલચ આપી ગામની બહાર આવેલી શાળામાં લઇ જઇ દુષ્કર્મ આચરતાં હતા. ઉત્તરાયણ કરવા પિયર આવેલી યુવતીની બહેને પેટ મોટું જોતાં માતાને કહીને દવાખાને તપાસ કરાવતા સમગ્ર મામલો બહાર આવ્યો . પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. સગીરા સાથે ઢગાએ દુષ્કર્મ આચર્યું સગીરાને ગર્ભવતી બનાવી હતી. મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ. આરોપીને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવહી હાથ ધરી છે. વલસાડના ઉમરગામમાં 17 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનારા આરોપીની જામીન અરજી રદ કરતી પોક્સો કોર્ટ. સગીરા ગર્ભવતી બન્યા બાદ બાળકને જન્મ આપ્યો હતો. વલસાડના ઉમરગામની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર આરોપીએ જામીન પર મુક્ત થવા માટે કરેલી જામીન અરજી વલસાડ પોક્સો કોર્ટે નામંજૂર કરી છે.