આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે આ યુવા નેતાને સોંપી જવાબદારી
અમદાવાદ: ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)એ સંગઠનને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

અમદાવાદ: ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)એ સંગઠનને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પાર્ટી દ્વારા ડો. કરન બારોટની ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @manoj_sorathiya ના નિર્દેશ અનુસાર પાર્ટીના ગુજરાતના મુખ્ય પ્રવક્તા તરીકે ડૉ @khbarot ની નિમણૂક કરવામાં આવે છે. pic.twitter.com/CrZnr9S1Vk
— AAP Gujarat (@AAPGujarat) July 17, 2025
પાર્ટીના આ નિર્ણયને આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. ડો. બારોટની નિમણૂકથી પાર્ટી સંગઠનમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી રહી છે.
AAP દ્વારા નિયુક્તિનો આ દોર શરૂ થતાં ગુજરાતમાં યુવાઓને રાજકારણમાં વધુ સક્રિય થવાની તક મળી રહી છે. આ પગલાથી પાર્ટી પોતાની નીતિઓ અને કાર્યક્રમોને લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડી શકશે તેવી અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ વિસાવદર વિધાનસભા બેઠક પરથી ગોપાલ ઈટાલીયાની જીત થઈ છે. જે બાદ પાર્ટી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા
ગુજરાતમાં 19 જૂન ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા. આ બંને ધારાસભ્યો બુધવારે (16 જુલાઈ) શપથવિધિ નક્કી કરાઇ હતી. ગોપાલ ઇટાલિયા 11 વાગ્યે સમર્થકોની ઉપસ્થિતિમાં શપથ લીધા હતા.વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં શપથવિધિ યોજાઇ હતી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગોપાલ ઇટાલિયાને શપથ લેવડાવ્યાં હતા.
વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં શપથવિધિ યોજાઇ હતી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગોપાલ ઇટાલિયાને શપથ લેવડાવ્યાં હતા. આ અવસરે ઈસુદાન ગઢવી AAPના ધારાસભ્યો અને ગોપાલ ઈટાલિયાના સમર્થકો અને મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, ગોપાલ ઈટાલિયા માનભેર સચિવાલયમાં કર્યો હતો, ગોપાલ ઈટાલિયા પર અત્યાર સુધી સચિવાલયમાં પ્રવેશબંધી હતી. તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પર જૂતું ફેંકતા તેમની સચિવાલયમાં પ્રવેશ પર પ્રતિબંઘ હતો.





















