Ahmedabad : ઇસ્કોન બ્રીજ અકસ્માત બાદ નબીરાઓને લઇને લોકોમાં ઉઠી આ સાર્વત્રિક માંગણી
ઇસ્કોન બ્રીજ અકસ્માત બાદ જનતામાં એક અલગ જ માંગણી ઉઠી રહી છે. નબીરાઓ દ્વારા સર્જવામાં આવતા આવા અકસ્માતમાં અકસ્માત કરનાર નબીરાની મિલકત ટાંચમાં લઇને વળતર ચૂકવવાની માંગ ઉઠી છે
Ahmedabad :ઇસ્કોન બ્રીજ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. પૂરપાટ ઝડપે આવતી કારે એક સાથે 10 લોકોને કચડી નાખતાં શહેરમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના બાદ લોકો અક્સ્માત કરનાર નબીરા પાસેથી વળતર ચૂકવવા માંગણી કરી રહ્યા છે.
ગત બુધવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રીજ પર એક કારે રોડ પર ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયાં છે તો 10 લોકોના મોત થયા છે. સરકારે મૃતકના પરિજનને 4 લાખ અને ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. જો કે આ ઘટનાથી લોકોમાં ઘણો રોષ છે. આ રીતે કિંમતી કાર લઇને રાત્રે શહેરની નાઇટ લાઇફ માણતા નબીરા ઓવરસ્પીડમાં કાર ચલાવીને અકસ્માત કરતા હોય અને નિર્દોષ તેનો ભોગ બનતા હોય તેવી અનેક ઘટના બની છે. ત્યારે આ ઘટનાને લઇને લોકોમાં ભારે રોષ છે.
લોકો શું કરી રહ્યાં છે માંગણી
લોકોની માંગણી છે કે, આવા અકસ્માતમાં સરકાર સહાય રકમ આપે છે પરંતુ આ સાથે નબીરા દ્વારા સર્જવામાં આવતા આવા અકસ્માતના કેસમાંથી અકસ્માત કરનાર પાસેથી વળતરની રકમ પણ લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અકસ્માત સર્જનારની મિલકત ટાંચમાં લઈ વળતર ચૂકવાય તેવી સાર્વત્રિક માંગણી છે. લોકોનું તો ત્યાં સુધી કહેવું છે કે, સરકારે ટેક્સના પૈસાથી નહિ પરંતુ એ નબીરાની મિલકતમાંથી વળતર ચૂકવવું જોઇએ.
શું છે સમગ્ર ઘટના
અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રીજ પર ડમ્પર અને કારનો એક અકસ્માત સર્જાયો હતો. જેને જોવા માટે અને મદદ માટે 100 વધુ લોકો બ્રીજ પર એકઠા થઇ ગયા હતા. આ દરમિયાન પાછળથી પૂરવાર ઝડપે એક વાર આવી અને ટોળાને કચડતી ગઇ. આ અકસ્માતમાં 7 યુવક અને 1 હોમગાર્ડ અને 2 પોલીસકર્મી સહિત 10 લોકોના મોત થયા છે. કાર ચલાવનાર પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્ય પટેલ હતો. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. આજે આ બંનેને કોર્ટમાં રજૂ કરાશે. આ ઘટનાને લઇને લોકોમાં ખૂબ રોષ છે.
આ પણ વાંચો
Video: NCAમાં ટ્રેનિંગ દરમિયાન નવા અવતારમાં જોવા મળ્યો રિષભ પંત, આ વીડિયોએ મચાવી ધૂમ
Aadhar-Property Link: શું તમારી બધી મિલકતો આધાર સાથે લિંક થશે? જાણો આ બાબતે શું છે લેટેસ્ટ અપડેટ!
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial