શોધખોળ કરો

અમદાવાદઃ પતંગ ચગાવીને ફરવા નિકળેલા છ કોલેજીયન ફ્રેન્ડની કાર ઝાડ સાથે અથડાતાં 3નાં મોત, 3 બચી ગયા.....

અમદાવાદમાં 15 જાન્યુઆરીની રાત્રે બનેલી ઘટનામાં કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાતાં ત્રણ યુવકના મૃત્યુ નિપજ્યાં છે.

અમદાવાદઃ અમદાવાદમાં 15 જાન્યુઆરીની રાત્રે બનેલી ઘટનામાં કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાતાં ત્રણ યુવકના મૃત્યુ નિપજ્યાં છે. વટવાના રહીશ છ મિત્રો વાસી ઉત્તરાયણે પતંગ ચગાવીને તેમની રોજીંદી બેઠક પર બેસવા જતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં અલ્પેશ સુનિલભાઈ રાઠોડ (ઉ.વ. 22, રહે. સહજાનંદ કોમ્પલેક્સ, વટવા), રાજેન્દ્ર જગદિશપ્રસાદ યાદવ (ઉ.વ. 20, રહે. જયમીન પાર્ક વટવા- વિંઝોલ રોડ) અને ભૂપેન્દ્ર સિયારામ યાદવ (ઉ.વ. 21, રહે. જયમીન પાર્ક, વિંઝોલ રોડ, વટવા)નાં મોત નિપજ્યાં છે જ્યારે ત્રણ મિત્ર બચી ગયા છે.

એસ.પી. રીંગ રોડ ઉપર પૂરઝડપે દોડતી કારના ડ્રાઈવરે રાતે 10  વાગ્યાના અરસામાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ત્રણ યુવકનાં સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. અન્ય કોલેજિયન મિત્રોને ગંભીર ઈજા પહોંચી છે. ટ્રાફિક જે ડીવિઝન પોલીસની તપાસમાં આ દુર્ઘટના ઓવરસ્પિડ કાર પર કાબૂ ગુમાવતાં બની હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે, વટવામાં પ્લેટીનિયમ ઈન્ડસ્ટ્રીયલ સામે આવેલા જયમીન પાર્કમાં રહેતા 20 વર્ષના નિતિન રાજકુમાર યાદવ એમ.જી. પટેલ કોલેજમાં થર્ડ બી.કોમ.માં અભ્યાસ કરે છે. વાસી ઉત્તરાયણે નિતિન સોસાયટીમાં જ રહેતા તેના મિત્રો યોગેશ અને સંદિપ સાથે પતંગ ચગાવતા હતા. રાત્રે દસ વાગ્યાના અરસામાં નિતિન યાદવ, ભૂપેન્દ્ર સિયારામ યાદવ, અલ્પેશ સુનિલભાઈ રાઠોડ, સંદિપ અજયસિંગ, રાજેન્દ્ર જગદિશપ્રસાદ યાદવ અને યોગેશ રાવલ નામના છ મિત્રો અલ્પેશની કારમાં દરરોજ બેસતા હતા ત્યાં જવા નિકળ્યા  હતા.

ભૂપેન્દ્ર સિયારામ યાદવ કાર ચલાવતો હતો પણ વટવાના રીંગ રોડ તરફ જવાના રસ્તા ઉપર રૂપ એવન્યૂ સામે કાર પૂરઝડપે પસાર થતી હતી ત્યારે ભૂપેન્દ્ર યાદવે કારના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.  કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને ઝાડ સાથે તેનું રૂફટોપ અથડાયું હતું. કારના આગળના કાચ, બોનેટ અને રૂફટોપનો ભૂક્કો બોલી ગયો હતો.  આ ગંભીર અકસ્માતમાં અલ્પેશ સુનિલભાઈ રાઠોડ (ઉ.વ. 22, રહે. સહજાનંદ કોમ્પલેક્સ, વટવા), રાજેન્દ્ર જગદિશપ્રસાદ યાદવ (ઉ.વ. 20, રહે. જયમીન પાર્ક વટવા- વિંઝોલ રોડ) અને ભૂપેન્દ્ર સિયારામ યાદવ (ઉ.વ. 21, રહે. જયમીન પાર્ક, વિંઝોલ રોડ, વટવા)ના મત્યુ નિપજ્યા છે. નિતિન અને યોગેશને એલ.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

ટોપ સ્ટોરી

Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Embed widget