શોધખોળ કરો
અમદાવાદમાં મોંઘવારીને લઈ વિરોધ કરતા યુથ કૉંગ્રેસ કાર્યકરોની અટકાયત
કૉંગ્રેસ ભવનથી પ્રીતમનાગર ચાર રસ્તા સુધી લારી પર મોપેડની રેલી કાઢીને મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

તસવીર યૂથ કૉંગ્રેસ ટ્વિટર
અમદાવાદમાં કૉંગ્રેસના કાર્યકરોએ મોંઘવારીને લઈ વિરોધ નોઁધાવ્યો હતો. કૉંગ્રેસ ભવનથી પ્રીતમનાગર ચાર રસ્તા સુધી લારી પર મોપેડની રેલી કાઢીને મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેનરો અને સુત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ લારી પર સ્કૂટર રાખી પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલા સતત ભાવ વધારો વિરોધ નોધાવ્યો હતો. પ્રીતમનગર ચાર રસ્તા પાસે કાર્યકરોએ ચક્કાજામ કર્યું. જો કે એલિસબ્રિજ પોલીસે સ્થળ પર પહોંચી યુથ કોંગ્રેસના પ્રમુખ અને MLA ગુલાબસિંહ રાજપૂત સહિતના 15 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
વધુ વાંચો





















