શોધખોળ કરો

અમદાવાદ: માતાની પાછળ જતો પાંચ વર્ષનો છોકરો અચાનક કારનો દરવાજો ખોલી અંદર બેસી ગયો ને કારનો દરવાજો થઈ ગયો લોક પછી.....

ગુજરાતના વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં ઈન્દિરાબ્રીજ નજીક ઈસ્કોન વીલા સોસાયટી પાસે કારમાં બાળકનું મોત થયા હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી

ગુજરાતના વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં ઈન્દિરાબ્રીજ નજીક ઈસ્કોન વીલા સોસાયટી પાસે કારમાં બાળકનું મોત થયા હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ઈસ્કોન બંગ્લોઝ નજીક રોડ પર પાર્ક કરેલી કારમાંથી 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યા હતો. ગૂંગળામણથી બાળકનુ મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અમદાવાદના ઈસ્કોન બંગ્લોઝ નજીક રમતા રમતા બાળક કારમાં બેસી ગયો હતો અને દરવાજો અંદરથી લોક થઈ જતાં તે ગાડીમાં જ ફસાઈ ગયો હતો. આ અંગે પોલીસે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સીસીટીવીમાં બાળક ગાડીમાં જતો જોવા મળ્યો હતો. ગાડીમાં બાળક જવાથી ગાડી લોક થઈ ગઈ હતી. ત્યારે ગૂંગળામણથી બાળકનું મોત થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. એક અઠવાડિયા જેટલા સમયથી આ કાર પાર્ક કરેલી હતી. આ ઘટના બાદ FSLની મદદ લેવામાં આવી હતી. મૃતદેહનું પીએમ કરાવવામાં આવશે. જો કાર માલિકની બેદરકારી હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતાં. જેમાં એક મહિલા (બાળકની માતા)ની પાછળ બાળક આવે છે અને કારનો દરવાજો ખોલી અંદર બેસી જાય છે. આ ઘટનાને પગલે એરપોર્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ઈન્દિરાનગર બ્રિજ નજીક બપોરે 12 વાગ્યા આસપાસ તેની માતા સાથે જતો હતો. તે દરમિયાન માતા આગળ જતી રહી હતી અને બાળક પાછળ આવતું હતું. આ દરમિયાન બાળક ગાડી જોતા જ ગાડી પાસે ગયો હતો અને દરવાજો ખોલતાં ખુલી ગયો હતો ત્યાર બાદ તે અંદર બેસી ગયો હતો. આ દરમિયાનમાં કાર લોક થઈ ગઈ હતી જેને લઈને તે અંદર ગૂંગળાઈ ગયો હતો. માતા જઈ રહી તે દરમિયાન માતાએ પાછળ બાળક જોયું ન હતું. જેથી માતા બાળકને શોધવા પાછી ઘરે ગઈ હતી. પરંતુ બાળક ઘરે મળ્યો નહતો. બાળકને શોધતા શોધતા તેઓ આવી હતી. આ દરમિયાન ગાડીમાં લાલ કલરવાળા કપડાં પહેરેલો બાળક જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે

Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા

New Income Tax Bill 2025: નવા ઈન્કમ ટેક્સ બિલ 2025નો ડ્રાફ્ટ જાહેર,સરળ ભાષામાં સમજો સામાન્ય લોકો માટે શું  બદલશે

IND VS ENG: અમદાવાદમાં શુભમન ગિલે અંગ્રેજ બોલર્સની કરી ધોલાઈ, સદી ફટકારી અમલાનો રેકોર્ડ પણ તોડ્યો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime: સામાન્ય બોલાચાલીમાં યુવકી હથિયારથી કરાઈ હત્યા, જાણો શું છે મામલો?Mahakumbh 2025: મહાકુંભમાં મહાસ્નાન | Watch VideoUK News:ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ, 19 હજારથી વધુ માઈગ્રન્ટને કરાયા ડિપોર્ટ | Abp AsmitaDwarka Congress News:ભાણવડમાં કોંગ્રેસમાં ભંગાણ, આ દિગ્ગજ ઉમેદવારે આપ્યો ભાજપને ટેકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા
Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા
New Income Tax Bill 2025: નવા ઈન્કમ ટેક્સ બિલ 2025નો ડ્રાફ્ટ જાહેર,સરળ ભાષામાં સમજો સામાન્ય લોકો માટે શું  બદલશે
New Income Tax Bill 2025: નવા ઈન્કમ ટેક્સ બિલ 2025નો ડ્રાફ્ટ જાહેર,સરળ ભાષામાં સમજો સામાન્ય લોકો માટે શું બદલશે
IND VS ENG: અમદાવાદમાં શુભમન ગિલે અંગ્રેજ બોલર્સની કરી ધોલાઈ, સદી ફટકારી અમલાનો રેકોર્ડ પણ તોડ્યો
IND VS ENG: અમદાવાદમાં શુભમન ગિલે અંગ્રેજ બોલર્સની કરી ધોલાઈ, સદી ફટકારી અમલાનો રેકોર્ડ પણ તોડ્યો
Ahmedabad: અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે 50 ગેરકાયદેસર પ્રવાસીઓની કરી અટકાયત, 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા

'મફત રાશન અને રૂપિયા મળી રહ્યા છે, એટલા માટે લોકો કામ કરવા નથી માંગતા', સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના

IND vs ENG 3rd ODI Score Live:  શુભમન ગિલની સદી,અય્યરની ફિફ્ટી, ભારત મોટા સ્કોર તરફ

Embed widget