શોધખોળ કરો
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા કોર્પોરેશનનો મોટો નિર્ણયઃ કયા 27 વિસ્તારોમાં રાતે 10 વાગ્યા પછી દુકાનો-બજાર રહેશે બંધ?
શહેરના યુવાનો દ્વારા સમુહમાં ટોળે વળી કોવિડ પ્રોટોકોલના ભંગના કિસ્સાઓ અટકાવવા અને તેમ કરીને આવા યુવાનો તથા તેમના પરિવારજનોમાં ખાસ કરીને બાળતો તથા વડીલોને કોરોના સંક્રમણથી બચાવવા માટે નીચેના 27 વિસ્તારોમાં તમામ દુકાનો-બજારો રાત્રે 10 વાગ્યા પછી સદંતર બંથ કરવાના રહેશે.

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ કોર્પોરેશન ફરી એકવાર સતર્ક થયું છે. શહેરમાં કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે અને શહેરના 27 વિસ્તારોમાં રાતના 10 પછી તમામ દુકાનો અને બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
શહેરના યુવાનો દ્વારા સમુહમાં ટોળે વળી કોવિડ પ્રોટોકોલના ભંગના કિસ્સાઓ અટકાવવા અને તેમ કરીને આવા યુવાનો તથા તેમના પરિવારજનોમાં ખાસ કરીને બાળતો તથા વડીલોને કોરોના સંક્રમણથી બચાવવા માટે નીચેના 27 વિસ્તારોમાં તમામ દુકાનો-બજારો રાત્રે 10 વાગ્યા પછી સદંતર બંથ કરવાના રહેશે. માત્ર દવાની દુકાનો ખોલી શકાશે.
1. પ્રહલાદનગર રોડ
2. વાએમસીએથી કાકે દા ઢા(કર્ણાવતી ક્લબ રોડ)
3. પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ(કોર્પોરેટ રોડ)
4. બુટ ભવાની મંદિરથી આનંદનગર રોડ
5. એસજી હાઈવે
6. ઇસ્કોન ક્રોસ રોડથી શપથ 4 અને 5 સર્વિસ રોડ
7. સિંધુ ભવન રોડ
8. બોપલ-આંબલી રોડ
9. ઇસ્કોનથી બોપલ-આંબલી રોડ
10. ઇસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
11. સાયન્સ સિટી રોડ
12. શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટના એસપી રીંગ રોડ ઉપર
13. આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રીંગરોડ ઉપર
14. સીજી રોડ
15. લો ગાર્ડન(ચાર રસ્તા અને હેપ્પી સ્ટ્રી, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ)
16. વસ્ત્રાપુર તળાવ ફરતે
17. માનસી સર્કલથી ડ્રાઈવ-ઇન રોડ
18. ડ્રાઇવ-ઈન રોડ
19 ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ(પ્રહલાદનગર 100 ફૂટ રોડ)
20. શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
21. બળીયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
22. આઇઆઇએમ રોડ
23. શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ(બીઆરટીએસ કોરીડોરની બંને બાજુ)
24. રોયલ અકબર ટાવર પાસે
25. સોનલ સીનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
26. સરખેજ રોઝા-કેડીલા સર્કલ- ઉજાલા સર્કલ
27. સાણંદ ક્રોસ રોડ-શાંતીપુરા ક્રોસ રોડ
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement