અમદાવાદઃ પતિ નોકરીએ જાય ત્યારે સસરા યુવતીને શારીરિક અડપલાં કરીને શરીર સુખ માણવા દેવા કહેતા ને.........
વાસણામાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતી પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ દહેજ માટે ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદઃ શહેરના વાસણામાં પુત્રવધૂએ સસરા અડપલા કરીને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હોવાની ઘટના સામે આવતાં ખભળાટ મચી ગયો છે. વાસણામાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતી પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ દહેજ માટે ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, પતિ નોકરીએ જાય એટલે સાસુની હાજરીમાં જ સસરા ખભા પર હાથ મૂકીને અડપલાં કરે છે. એટલું જ નહીં, ફરિયાદમાં પુત્રવધૂને દહેજ માટે મારઝૂડ કરી 10 લાખ લઈને આવવા કહેવાયું હતું અને જો ન લાવે તો ઘરમાંથી કાઢી મૂકવા ધમકી આપી હતી.
વાસણા વિસ્તારમાં રહેતી યુવતી એમકોમ પાર્ટ-1માં અભ્યાસ કરે છે. તેની ફરિયાદ મુજબ, 2 વર્ષ પહેલાં યુવક સાથે પ્રેમસંબંધ બંધાતાં બંનેએ લગ્ન કરી લીધાં હતાં. ત્યાર બાદ યુવતી પતિ, સાસુ અને સસરા સાથે રહેતી હતી. જોકે લગ્ન બાદ સાસુ-સસરા દહેજ માટે પુત્રવધૂને હેરાન પરેશાન કરતા હતા. જ્યારે પતિ પણ માતા - પિતાનો પક્ષ લઈને પત્નીને દહેજ માટે મારઝૂડ કરતો હતો. જ્યારે પતિ નોકરીએ જાય ત્યારે સાસુની હાજરીમાં સસરા પુત્રવધૂની બાજુમાં બેસીને તેના ખભે હાથ મૂકીને તેમ જ શારીરિક અડપલાં કરીને છેડતી કરતા હતા.
થોડા સમય પહેલા તો સાસરિયાઓએ યુવતી સાથે મારઝૂડ કરીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેમણે પુત્રવધૂને કહ્યું હતું કે, તારા પિયરમાંથી 10 લાખ રૂપિયા લઈને આવજે તો જ તને ઘરમાં આવવા દઈશું. એવું પણ જાણવા મળ્યું છે કે, પરિણીતાએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી છે. જોકે, આ અરજી કોર્ટમાં પેન્ડિંગ છે. બીજી તરફ પતિ સહિત સાસરિયાના ત્રાસથી કંટાળી યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Mehsana : પરીણિત યુવતીને પૂર્વ પ્રેમી શરીર સુખ માણવા કરતો હતો દબાણ, ફોટા વાયરલ કરવાની આપી ધમકી ને યુવતીએ.........
મહેસાણાઃ સતલાસણા તાલુકાના જશપુરીયા ગામે પૂર્વ પ્રેમીથી કંટાળીને યુવતી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. 22 વર્ષીય પરણીત યુવતીને પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હોવાથી પરણીતાને લાગી આવ્યું હતું અને જાતે સળગીને આપઘાત કરી લીધો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, 22 વર્ષીય પરિણીતાને લગ્ન પહેલા એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. જે તે સમયે આ યુવક સાથે યુવતીને સંબંધ પણ હતા. ત્યારે યુવકે અંગતપળોની કેટલીક તસવીરો લઈ લીધી હતી. બીજી તરફ યુવતીના લગ્ન થતાં તેણે યુવક સાથેના પ્રેમસંબંધ તોડી નાંખ્યા હતા.
જોકે, પ્રેમી પ્રેમસંબંધ તોડવા તૈયાર નહોતો. યુવકે યુવતીની અંગતપળોની તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપીને તેને સંબંધ બાંધવા માટે ધમકી આપી રહ્યો હતો. ત્યારે યુવતી મળવા નહીં જાય તો પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરી દેશે તેવો તેને ડર પેશી ગયો હતો તેમજ આ જ ડરથી તેમણે ઘરે જાત જલાવીને આપઘાત કરી લીધો હતો. 22 વર્ષીય પરિણીતાને આપઘાત માટે મજબુર કરનાર પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.