શોધખોળ કરો

Ahmedabad : પરિણીત યુવતી સાથે પ્રેમીએ હોટલ-બસમાં વારંવાર માણ્યું શરીરસુખ ને પછી....

આજે બળાત્કારની ત્રણ-ત્રણ ઘટનાઓ સામે આવી છે. શહેરની એક પરિણીતાએ પોતાના પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે.

અમદાવાદઃ શહેરમાં એક પછી એક બળાત્કારની ઘટનાઓ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે બળાત્કારની ત્રણ-ત્રણ ઘટનાઓ સામે આવી છે. શહેરની એક પરિણીતાએ પોતાના પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોધાવી છે. લગ્ન બાદ પણ પ્રેમી પ્રેમિકા સાથે શારીરિક સંબંધ રાખતો હતો. ચોટીલા સહિતની જગ્યાએ લઈ જઈ હોટલ અને બસમાં શારીરિક સંબંધ બાંધતો હોવાની ફરિયાદ નોંધાવી છે. સોલા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. 

આ ઉપરાંત શહેરમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના પણ સામે આવી છે. 20 વર્ષીય યુવકે સગીરાને લલચાવીને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.  સગીરાએ પરિવારને જાણ કરતા ફરિયાદ નોંધાવામાં આવી છે.  રામોલ પોલીસે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. 

આ સિવાય શહેરમાં એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતી પર તેના જ પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પ્રેમીએ કેફી પીણું પીવડાવી પ્રેમિકા સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, યુવતીનો અશ્લીલ વીડિયો અને ફોટા પાડી લીધા હતા. 

આ અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે યુવતીએ પ્રેમી સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

શહેરના વાસણા વિસ્તારમાં 16 વર્ષીય સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી દેતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતાં માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીં ડોક્ટરે સોનોગ્રાફી કરી દીકરી 6 મહિના ગર્ભવતી હોવાનું જણાવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગીરાએ બાળકના પિતા અંગે કંઈ ન કહેતા તેમણે મહિલા હેલ્પલાઇનની મદદ લેવી પડી હતી. હેલ્પલાઇને કાઉન્સેલિંગ કરી યુવક સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, સગીરા પરિવાર સાથે હાથીજણમાં રહેતી હતી, ત્યારે પાડોશી યુવકના પ્રેમમાં પડી હતી. સગીરા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી, ત્યારે તે યુવકના પરિજયમાં આવી હતી. દરમિયાન યુવક સગીરાને ખેતરમાં લઈ ગયો હતો અને અહીં તેને શરીરસુખ માણવા કહ્યું હતું. સગીરાએ ઇનકાર કરતાં પ્રેમમાં તો આ બધું કરવું પડે તેમ કહી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 

સગીરાએ આ અંગે તેની ફ્રેન્ડ સાથે વાત કરતાં તેણે પણ પ્રેમમાં આવું કરવું પડે તેમ કહ્યું હતું. બીજી તરફ સગીર દીકરીના પ્રેમસંબંધ અંગે ખબર પડતાં તેમણે યુવકને બોલાવી માર માર્યો હતો અને દીકરીને પરેશાન ન કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં, પરિવાર હાથીજણથી વાસણામાં રહેવા આવી ગયો હતો. 

બીજી તરફ સગીરા જન્મ દિવસે દાદી સાથે હાથીજણ આવી ત્યારે પ્રેમી ફરીથી તેને મળવા આવ્યો હતો તેમજ તેને લલચાવીને તેના ઘરે લઈ ગયો હતો. અહીં પણ તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, આ સંબંધ પછી સગીરા માસિક ન આવતાં ટેન્શનમાં આવી ગઈ હતી. આ અંગે તેણે પ્રેમીને વાત કરતાં તેણે તારા શરીરમાં લોહી ન હોવાથી માસિક ન આવતું હોવાનું જણાવ્યું હતું. જોકે, સગીરા માસિક આવતું ન હોવાથી ડરી ગઈ હતી. તેમજ તેની માતાને પણ આ અંગે ખોટું કહ્યું હતું. 

દરમિયાન સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મહિલા હેલ્પલાઇને કાઉન્સેલિંગ કરતાં સગીરાએ ઉપરની સંપૂર્ણ વિગત જણાવી હતી અને યુવકે બેથી ત્રણવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ધડાકો કર્યો હતો. પરિવારે સમગ્ર હકિકત સામે આવતાં પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર જરૂર કરો આ પાંચ ચીજોનું દાન, ભાગ્યમાં થશે વૃદ્ધિ
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર જરૂર કરો આ પાંચ ચીજોનું દાન, ભાગ્યમાં થશે વૃદ્ધિ
BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર
BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર
Embed widget