શોધખોળ કરો

Ahmedabad : સિક્યુરિટી ગાર્ડ સાથે પ્રેમ થઈ જઈ જતાં પરિણીતાએ ભાગીને કરી લીધા લગ્ન, પછી તો....

અરવિંદે મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને પોતાની સાથે લઈને આવી ગયા હતા. આ મુદ્દે મહિલાના પુત્ર, ભાઈ અને અન્ય એક વ્યક્તિએ મરનારના ઘરે આવીને ધમકી આપી હતી. જોકે, આ ધમકી બાદમાં હત્યાનો બનાવ બન્યો હતો.

અમદાવાદઃ બાવળા (Bavla)માં માતાને ભગાડીને પ્રેમ લગ્ન (Love Marrige ) કરી લેનાર સિક્યુરીટી ગાર્ડ (Security Guard)ની પુત્રે હત્યા (Murder) કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પુત્રે બે મિત્રો સાથે મળીને માતાના પ્રેમીની હત્યા કરી નાંખી હતી. જોકે, હત્યા પછી ભાગતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. સ્થાનિક પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

આરોપીઓ હત્યા પહેલા મૃતકના ઘરે ગયા હતા તેમજ મહિલાને પરત મોકલી દેવા જણાવ્યું હતું. જોકે, સિક્યુરિટી ગાર્ડ તૈયાર ન થતાં તેની ચાકૂના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે, બાવળા સ્થિત કેરાળા GIDCમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા અરવિંદ બેલદારની હત્યા કરવામાં આવી છે.અરવિંદના ભાઈ ભરતભાઈએ આ મામલે પોલીસ ફરિયાદ આપી હતી.

અરવિંદે થોડા દિવસ અગાઉ મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને પોતાની સાથે લઈને આવી ગયા હતા. આ મુદ્દે મહિલાના પુત્ર, ભાઈ અને અન્ય એક વ્યક્તિએ મરનારના ઘરે આવીને ધમકી આપી હતી. જોકે, આ ધમકી બાદમાં હત્યાનો બનાવ બન્યો હતો. 31મી ઓગસ્ટની રાત્રે નયન બેલદાર, રાજુ બેલદાર અને અન્ય એક અજાણ્યા વ્યક્તિએ GIDCમાં આવીને હત્યાને અંજામ આપ્યો હતો. 

Ahmedabad : પતિથી અલગ રહેતી પરિણીતાની ક્રુરતાપૂર્વક હત્યા, આડાસંબંધે લીધો ભોગ? કોની સાથે હતા સંબંધ?

અમદાવાદઃ શહેરમાં  પતિથી અલગ રહેતી યુવતીની ક્રુરતાપૂર્વક હત્યા કરી નાંખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવતીને અન્ય વ્યક્તિ સાથે આડાસંબંધ હોવાનો પતિએ ધડાકો પણ કર્યા છે, ત્યારે આ હત્યા આડાસંબંધમાં થઈ શકે છે કે પછી અન્ય કારણસર થઈ છે, તે જાણવા શહેરકોટડા પોલીસે તપાસ હાથ ધરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિથી અલગ રહેતી 39 વર્ષીય હસુમતી સોલંકીની બોથડ પદાર્થના ઘા મારીને તેમજ શરીરના ગુપ્ત ભાગે કોઈ પ્રવાહીથી દઝાડીને યુવતીની હત્યા કરી નાંખવામાં આવી છે. યુવતીને અન્ય યુવક સાથે આડાસંબંધ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હત્યાનું કારણ જાણવા અને હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

મૃતક હસુમતીબેનના મૂળ ગાંધીનગરના અને હાલ મેમકો ખાતે રહેતા યશવંતભાઈ સોલંકી સાથે થયા હતા. પતિ પાનનો ગલ્લો ચલાવી છે. તેમને લગ્નથી બે સંતાનો પણ છે. જોકે, પતિ સાથે અણબનાવ થતાં છેલ્લા 6 વર્ષથી પતિથી અલગ રહે છે. હસુમતીબેન હોસ્પિટલમાં નોકરી કરતા હતા. પતિથી અલગ થયા પછી તેમને ભુરો ઉર્ફે મોગલી નામની વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની પતિને જાણ થઈ હતી. 

ગત 31મીએ પતિ યશવંતભાઈને પુત્રનો ફોન આવ્યો હતો અને માતાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. આથી તેઓ અમદાવાદ આવી ગયા હતા. મૃતક મહિલાના મકાન માલિકને ઘરમાંથી દુર્ગંધ આવતાં તેમણે તપાસ કરી હતી. ઘરમાં તપાસ કરતાં ખાટલા પર હસુમતીબેનની લાશ મળી આવી હતી. તેમના માથે બોથડ પદાર્શના ઘા મારેલા નિશાન હતા. એટલું જ નહીં, હાથ અને ગુપ્ત ભાગો પર જ્વલનશીલ પદાર્થ નાંખ્યો હોવાથી ત્યાં દાઝી ગયાના નિશાન મળ્યા હતા. 

ગઈ કાલે શહેરના પૂર્વ વિસ્તારમાં યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. નીખિલેશ મિશ્રા નામના યુવક છરીના ધા ઝીંકી 3 લોકોએ હત્યા કરી નાંખી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બદનામ કેમ કરે છે એમ કહી આરોપીઓએ હત્યા કરી કરી નાંખી હતી. વસ્ત્રાલની અમરનાથ સોસાયટી ગેટ નજીક બનાવ બન્યો હતો. 

મોડી રાતે યુવકની હત્યા થઈ જતાં ચકાચર મચી ગઈ હતી. આરોપી અજય ઉર્ફે અજ્યોં અને સાગર ઉર્ફે શૂટર સહીત 3 લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હત્યા કરનાર આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ સિવાય  દાણીલીમડામાં પણ હત્યાની ઘટના સામે આવી છે. જુના ઝઘડાની અદાવતમાં આરોપી પિતા અને તેના 3 દીકરાઓએ હત્યા કરી છે. આરોપીઓએ ભેગા મળી આસીફ નીલગર પર જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર યુવક આસીફનું સારવાર દરમ્યાન મોત થતા હત્યાનો ગુનો દાખલ કરાયો છ.ે પોલીસે આરોપી સજુ છીપા, રાજા, તોસિફ અને ફઇમની શોધખોળ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

President Donald Trump: રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો પ્રથમ નિર્ણય, મેક્સિકો બોર્ડર પર ઈમરજન્સી લગાવીAmbalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
Embed widget