શોધખોળ કરો
Advertisement
અમદાવાદના નારણપુરાના BJP કોર્પોરેટર સાધનાબેનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
મેયર દ્ધારા કન્ટેઇનમેન્ટ ઝોનમાં યોજવામાં આવેલા તુલસી રોપા કાર્યક્રમમાં પણ સાધનાબેન હાજર રહ્યાં હતા
અમદાવાદઃ અમદાવાદ ભાજપના વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. નારણપુરાના મહિલા કોર્પોરેટર સાધનાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. સાથે જ તેમના પતિનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
નોંધનીય છે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા મનપાના કાર્યક્રમમાં પણ મહિલા કોર્પોરેટરે હાજરી આપી હતી. મેયર દ્ધારા કન્ટેઇનમેન્ટ ઝોનમાં યોજવામાં આવેલા તુલસી રોપા કાર્યક્રમમાં પણ સાધનાબેન હાજર રહ્યાં હતા. તુલસી રોપાના કાર્યક્રમમાં મહિલા કોર્પોરેટરની સાથે અન્ય કોર્પોરેટર પણ હાજર હતા
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો 15 હજાર 400ને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં પશ્ચિમ , પૂર્વ અને ઉત્તર ઝોનના વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement