(Source: ECI/ABP News/ABP Majha)
Ahemdabad: 11 વર્ષની ફ્લોરાની ઇચ્છા થઇ પૂરી, બની એક દિવસની 'કલેકટર'
કલેકટર બનવાની ઈચ્છા ધરાવતી ફ્લોરા આસોડિયાને નાની જ ઉંમરમાં બ્રેઇન ટ્યુમરની બીમારી થઈ હતી. માત્ર ૧૧ વર્ષની ફ્લોરા જે ભણવામાં ખૂબ જ હોશિયાર અને હંમેશા આઇ.એ.એસ કરીને કલેકટર બનવાનું સપનું હતું.
અમદાવાદ: નાનપણથી જ કલેકટર બનવાની ઈચ્છા ધરાવતી ફ્લોરા આસોડિયાને નાની જ ઉંમરમાં બ્રેઇન ટ્યુમરની બીમારી થઈ હતી. માત્ર ૧૧ વર્ષની ફ્લોરા જે ધોરણ સાતમાં અભ્યાસ કરતી અને ભણવામાં ખૂબ જ હોશિયાર અને હંમેશા આઇ.એ.એસ કરીને કલેકટર બનવાનું સપનું હતું પરંતુ 7 મહિના પહેલા જ તેને બ્રેઈન ટ્યુમર થયું અને તેની હાય ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ત્યારે આવી બીમારીમાં ફ્લોરા ને સતત એક જ સવાલ સતાવતો રહ્યો કે આવી તબિયતે હું શું કલેક્ટર બની શકીશ.
ત્યારે ફ્લોરા ના પિતા અપૂર્વભાઈએ મેક અ વિશ ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો અને આ માસૂમ દીકરીનું સ્વપ્ન સાકાર થાય તે માટે કલેકટર સાહેબને આખી પરિસ્થિતિનો સિતાર આપ્યા બાદ કલેક્ટરે ખૂબ જ સંવેદના દર્શાવી અને ફ્લોરા નું સ્વપ્ન સાકાર થાય તે માટે એક દિવસની કલેકટર બનાવવામાં આવી હતી.
"મારે કલેકટર બનવું છે" ફ્લોરાની આ ઈચ્છાની જાણ એક એનજીઓ દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે સુધી પહોંચી. અમદાવાદ કલેકટર સંદીપ સાગલે પણ ફ્લોરા વિશે માહિતી લીધી અને ફ્લોરાની ઈચ્છા પૂર્ણ કરવા માટે અમદાવાદ કલેકટરે પણ મહત્વનો નિર્ણય કર્યો. ફ્લોરાને અમદાવાદ જિલ્લાની એક દિવસની કલેકટર બનાવીને તેની ઈચ્છા પૂર્ણ કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે જણાવ્યું હતું કે, ફ્લોરા ભણવામાં ખૂબ જ હોશિયાર છે. બ્રેઈન ટ્યુમરની બીમારી છે. ફ્લોરા કલેકટર બનવા માંગતી હતી.આજે કલેકટર બનાવીને ઈચ્છા પૂરી કરી છે. સાથે સારા સ્વાસ્થ માટે ભગવાનને પ્રાર્થના કરી છે. સ્વસ્થ સારું થઈ જાય અને ફ્લોરા પોતાનું સપનું પૂરું કરવા માટે કાબિલ બને.
આજે બ્રેઈન ટ્યુમરથી પીડાતી ફ્લોરને અમદાવાદ જિલ્લાની એક દિવસ માટેની કલેકટર બનાવવામાં આવી. ફ્લોરનું અમદાવાદ કલેકટર કચેરીએ રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવ્યું અને કલેકટર સંદીપ સાગલે ફ્લોરાને તેમની ખુરશી પર બેસાડીને એક દિવસની કલેકટર બનાવી. ફ્લોરાએ કલેકટરના ચાર્જ લીધા બાદ.ગંગા સ્વરૂપા આર્થિક સહાયના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સાથે ફ્લોરનો 25 સપ્ટેમ્બરના જન્મ દિવસ છે. ત્યારે કલેકટરનો ચાર્જ લેતા જ કલેકટર ઓફિસમાં કેક કાપીને જન્મદિવસ ઉજવી કરવામાં આવી. કલેકટર સંદીપ સાગલે ગિફ્ટ આપીને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી.